Abtak Media Google News

મુંબઈમાં પરીવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં લગ્નગ્રંથીથી જોડાયા

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝાહિર ખાન અને બોલીવુડ એકટ્રેસ સાગરિકા ઘાટગેએ લગ્ન કર્યા છે. આજે બંને પરીવારની હાજરીમાં લગ્નના તાંતણે બંધાઈ ગયા હતા. સાંજે ફાઈવ સ્ટાર હોટેલમાં કોકટેલ પાર્ટી આપવામાં આવશે. જયારે આગામી ૨૬મી નવેમ્બર સાગરિકાની મહેંદી સેરેમની યોજાશે.

ઉપરાંત ૨૭મીએ સાંજે મુંબઈની તાજમહેલ પેલેસમાં ગ્રાન્ડ રીસેપ્શન યોજવામાં આવશે. જેમાં બોલીવુડ અને ક્રિકેટ જગતની અનેક હસ્તીઓ સામેલ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.