Abtak Media Google News

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી દ્વારા વિઘાર્થીઓના જીવનમાં રમત-ગમતનું મહત્વ વધે તેમજ ખેલાડીઓ સાહસિક પ્રવૃતિઓમાં રસ લેતા થાય તે અંગે આપ્યું માર્ગદર્શન

સૌરાષ્ટ્ર યુનિવસીટી શારીરીક શિક્ષણ અનુ. ભવન તથા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવસીટી દ્વારા શારીરિક શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્રે એડવેન્ચર સ્પોર્ટસ, સ્પોટસ ન્યુટ્રીશન અને સ્પોટસ જર્નાલીઝમના વિષયો પર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એસ.જી.એસ.યુ. ના કુલપતિ ડો. જતીનભાઇ સોની, આર.કે. સિંગ તથા શારીરિક શિક્ષણ અનુ. ભવનના કો ઓર્ડીનેટર ડો. જયદીપસિંહ ચૌહાણ,  સૌરાષ્ટ્ર યુનિવસીટીના પૂર્વ સેન્ડીકેટ સભ્ય મહેશભાઇ ચૌહાણ ઉ૫સ્થિત રહ્યા હતા. વર્કશોપમાં વિઘાર્થીઓને સ્પોર્ટસ ન્યુટ્રીશન તથા સ્પોર્ટસ જર્નાલીઝમના વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

આર.કે. સિંહે સાહસિક પ્રવૃતિ વિશે ખેલાડીઓને પ્રેકટીકલ ડેમો આપ્યો હતો. વિઘાર્થીઓનો હિંમતવાન તથા તંદુરસ્ત જીવન જીવે તેવા પ્રયાસો સાથે ડો. જયદીપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.