Abtak Media Google News

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ભલે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂક્યો હોય, પરંતુ આજે પણ પરંતુ હજુ પણ તેના કરોડો ચાહકો છે. તાજેતરમાં જ ચેન્નાઇ સુપરકિંગ્સ દ્વારા તેમના ઑફિશ્યલ ટ્વીટર પેજ પર ફોટો પોસ્ટ કરવામાં આવી છે, જે પછી સોશ્યલ મીડિયા પર યૂઝર્સ ઈજઊંને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે.

વાસ્તવમાં ચેન્નાઇના ક્રિકેટર સુરેશ રૈના અને સચિન તેંડુલકરની એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે જેનું કેપ્શન લખવામાં આવ્યુ છે, સુરેશ અને રમેશ.. આ કેપ્શન જોઇને સચિન તેંડુલકરના ફેન્સ રોષે ભરાયા છે. તમને જણાવી દઇએ કે સચિનનું પૂરુ નામ સચિન રમેશ તેંડુલકર છે, રમેશ તેના પિતાનું નામ છે, ત્યારે ટીવી પર ફાઇવ સ્ટાર ચોકલેટની એક ફેમસ એડ છે, જેમાં કેરેક્ટર્સનું નામ સુરેશ અને રમેશ છે. ઈજઊંએ તે જ એડ અને બંને ક્રિકેટર્સના નામના આધાર પર ફોટોનું કેપ્શન આપ્યુ છે.

સચિન તેંડુલકરના ફેન્સ આ ટ્વીટ પર ભડકતાં કહ્યુ કે, ઈજઊં પાસેથી આ પ્રકારની આશા ન હતી. એક યૂઝરે કહ્યુ કે, ઈજઊંને શરમ આવી જોઇએ, આ રીતે ટ્વીટની આશા ન હતી, બીજાની ઇજ્જત કરતા શિખો, તે એક મહાન ક્રિકેટર છે. ત્યારે બીજા યૂઝરે કહ્યુ કે, આ પોસ્ટ ખૂબ જ અનપ્રોફેશનલ છે, દૂર કરો. વધુ એક યૂઝરે લખ્યુ કે, એડમિનને શરમ આવી જોઇએ, તમે એક સારી ટીમનો પ્રતિનિધિત્વ કરો છે આ પ્રકારના પગલાંથી ટીમની છવિ ખરાબ થઇ શકે છે.

અન્ય એક યુઝરે લખ્યું કે, રમેશ સચિનના પિતાનું નામ છે અને તેમનુ અપમાન સાંખી લેવામાં નહી આવે. આ ઉપરાંત અન્ય એક ફેને ચેન્નઇ સુપર કિંગ્સને ધમકી પણ આપી દીધી કે,  જો તેણે આ કેપ્શનને પરત લઇને માફી ન માંગી તો તે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.