Abtak Media Google News

બેટી – બચાવો, બેટી પઢાવોના નારા સાથે મેરેથોન રેલીમાં 306 સાયકલ સાથે સ્કુલની બાળાઓ સહિત સંસ્થાની બહેનો જોડાશે: મહાનુભાવો રહેશે ઉપસ્થિત

 

જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટ. ફેડરેશનના પ્રમુખ જીએસજીએન અમિષભાઇ દોશી કંઇક નોખા અને અનોખા વિચાર સાથે ફેડરેશન અને સેવા સપ્તાહની ઉજવણીનો વિચાર કર્યો છે. જયારે તેને આ માટે આશ્રય કમીટી ની રચના કરી અને આ સેવા સપ્તાહ ને માનવતા, જીવદયા, દેશ પ્રેમ અને આપણા ફેડરેશન પ્રત્યેનો આહોભાવ પ્રગટ કરવાના કાર્યોસમાવેશ કર્યા ત્યારે તેમને સૌ પ્રથમ સેવા અને પ્રેમની શરુઆત ઘરથી થવી જોઇએ. અને સમગ્ર દેશના સમાજને એક મેસેજ પણ આપવાનો વિચાર કરી તેમને આપણા દેશના લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ગમતો વિષય બેટી બચાવો બેટી પઢાવો ઝુંબેશ ને વેગ આપવા ના ઉદેશથી આ કાર્ય આશ્રમ સેવા સપ્તાહમાં સામેલ કર્યુ.

જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટ. ફેડરેશન સૌરાષ્ટ્ર રીજીયન પ્રાયોજીત રાજકોટ ઝોન પરિવાર સંકલિત સંગીની જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન આયોજીત આશ્રય કમીટી, ફેડેરશન સેવા સપ્તાહ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ સાયકલ મેરેથોન રેલી આગામી રવિવાર તા. ર0 ના રોજ સવારે 6.30 કલાકે બહુમાળી ભવનથી જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, ઇમ્પીરીયલ હોટલ, જાગનાથ મંદિર, ધર્મેન્દ્ર કોલેજ, રામકૃષ્ણ આશ્રમ,: માલવીયા ચોક સર્કલને ફરી રાષ્ટ્રીય શાળાના ગ્રાઉન્ડમાં સમાપન થશે.

આ ઉપરાંત સંગીની જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન દ્વારા કે.જે. કોટક ગર્લ્સ હાઇસ્કુલમાં 1પ0 લીટરનું વોટર કુલર પણ અર્પણ કરવામાં આવનાર છે. સાથે સાથે 13 બાળાઓને શૈક્ષણીક ક્ષેત્રે દત્તક લેવામ)ં પણ આવેલ જે નરેન્દ્રભાઇ મોદીની ઝુબેશ બેટી બચાવો- બેટી પઢાવો સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરે છે.

સંગીની જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન જે હંમેશા હટકે કાર્યક્રમ આપવા ટેવાયેલું છે. સૌરાષ્ટ્ર રીજીયન પ્રાયોજિત અને રાજકોટ ઝોન આયોજીત તા. ર0  ના રવિવારના રોજ ફેડરેશન ડે સેવા સપ્તાહ યોજવા જઇ રહ્યું છે. ત્યારે ફેડરેશનના સન્માનીય પદાધિકારીઓ અને રીજીયનના સૌ હોદેદારો મિત્રોની હાજરીમાં બેટી બચાવો – બેટી પઢાવોનાં અનેક સ્લોગન બેનર અને નારાઓ સાથે ભવ્યથી ભવ્ય મેરેથોન  રેલીમાં 306 સાયકલ સાથે સ્કુલની બાળાઓ, 108 સ્કુટર ડી.જે. પાર્ટી જોડાશે. આ સાયકલ મેરેથોન રેલીમાં ફેડરેશનના પ્રમુખ અમીષભાઇ દોશી, સેક્રેટરી જનરલ ચીરાગભાઇ ચોકસી, ઉપપ્રમુખ બકુલેશભાઇ વીરાણી, મનીષભાઇ દોશી, પી.આર.ઓ. મનીષભાઇ શાહ પૂર્વ પ્રમુખ સુરેશભાઇ કોઠારી, હરેશભાઇ વોરા, સૌરાષ્ટ્ર રીઝીયન ચેરમેન કાર્તીકભાઇ શાહ, ઇલેકટ ચેરમેન સેજલભાઇ કોઠારી, વાઇસ ચેરમેન જયેશભાઇ વસા, નલીશેભાઇ કોઠારી, ઝોન કો. ઓર્ડીનેટર રાજેશભાઇ મોદી, સૌરાષ્ટ્ર રીઝીયન સંગીની ક્ધવીનર સેજલબેન દોશી, સૌરાષ્ટ્ર રીઝીયન પી.આર.ઓ. મીરાબેન દોશી, સેવા સપ્તાહ સમાપન સમારોહ પ્રોજેકટ ચેરમેન મેહુલભાઇ દામાણી, પ્રોજેકટ કો.ચેરમેન નિલેશભાઇ ભાલાણી ઉપરાંત રાજકોટ ઝોન સૌરાષ્ટ્ર રીઝીયન કમીટી ચેરમેનઓ રાજકોટ ઝોન સામેલ ગ્રુપ્સ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉનટાઉન  રોયલ, યુવા, સેન્ટ્રલ, પ્રાઇમ ઉપરાંત સંગીની એલીટ અને સંગીની પ્રાઇમના ગ્રુપ પ્રમુખ તથા હોદેદારઓ અને સંગીની જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉનના પ્રમુખ પ્રિતીબેન શાહની આગેવાની હેઠળ ગ્રુપના કમીટી મેમ્બરો આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યરત બન્યા છે. કાર્યક્રમ અંગેની વધુ વિગત આપવા મીરા દોશી, પ્રિતી શાહ, જયોતિબેન ટોળીયા, ક્રિષ્નાબેન પારેખ, ધામીનીબેન પુનાતરએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.