Abtak Media Google News

વિજ્ઞાનની શોધોને વ્યવહારીક જીવનમાં ઉતારી સ્વવિજ્ઞાનથી રાષ્ટ્રનો વિકાસ થાય: નરેન્દ્ર દવે

Advertisement

વિજ્ઞાન ભારતી રાષ્ટ્રીયકક્ષાની સંસ્થાનું ગુજરાત રાજ્યનું યુનિટ એટલે વિજ્ઞાન ગુર્જરી ભારતીય સંસ્કૃતિ સ્વદેશી વિજ્ઞાન તથા વસુધૈવ કુટુંબકમની ભાવના હૃદયમાં રાખી સમગ્ર ગુજરાત તેમજ જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં કામ કરે છે . વિજ્ઞાન ગુર્જરી મારફત સમગ્ર ગુજરાત રાજ્યમાં 24 જિલ્લાઓમાં ના ભેજ સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટ –2023 નામે અનોખા કાર્યક્રમનું આયોજન નીલેષભાઈ દેસાઈ , ડાયરેક્ટર સેક ઈસરો અને પી.આર.એલ.ના ડાયરેક્ટર  ર્ડા . અનિલભાઈ ભારદ્વાજની    ઙફલય 1 જ્ઞર 3 વડપણ હેઠળ વિજ્ઞાન ગુર્જરી ગુજરાત પ્રાંત ટીમનાં ડો . ચૈતન્યભાઈ જોષી , જીજ્ઞેશભાઈ બોરીસાગર , ડાં . પ્રશાંતભાઈ કુંજડીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યની 337 વિજ્ઞાન અને ટેકનોલોજીનાં તજજ્ઞો મારફત 337 પરિસંવાદોનું આયોજન કરાયેલ જેમાં રાજ્યભરનાં 24 જિલ્લાઓમાંથી 34,848 છાત્રોએ નિ:શુલ્ક પરિસંવાદોનો લાભ લીધેલ હતો, વિજ્ઞાન ગુર્જરી રાજકોટ એકમનાં અધ્યક્ષ પ્રો . નિકેશભાઈ શાહ, સચિવ પ્રદીપભાઈ જોષી , કો – ઓર્ડીનેટર ડાં . અતુલભાઈ વ્યાસે જણાવેલ કે , સ્વદેશી અને અર્વાચીન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં યુવાનોને જોડવા સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટ –2023 નાં માધ્યમથી યુવાનોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું અનેરૂ આંદોલન સ્વરૂપ વિશ્વમાં પ્રથમ વખત જ 337 પરિસંવાદોનું આયોજન એક જ દિવસમાં યોજાયેલ છે . જેમાં રાજકોટ જિલ્લામાં 55 સંસ્થાઓમાં 55 તજજ્ઞો મારફત આકાશદર્શન, નૈનો ટેકનોલોજી, ચેટ જીપીટી, આર્ટીફીશીયલ ઈન્ટેલજન્સી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, મેલેટ્સ ઓફ ઈન્ડિયા જાવા અનડિસકવર પોઈન્ટસ , ડીપ લીંગ, મેનેજમેન્ટ ગુરૂ, ભગવાન કૃષ્ણ સી લેન્ગવેજ, પ્રાચીન ભારતનો વૈજ્ઞાનિક અભિગમ, ચંદ્રાયન મિશન, વૈભવશાળી ભારતનાં વૈજ્ઞાનિકો વગેરે 55 જેટલાં વિષયો ઉપર તજજ્ઞો મારફત છાત્રોને જ્ઞાન પ્રદાન કરવામાં આવેલ હતું .

આ કાર્યક્રમો શ્રેણીમાં સૌરાષ્ટ્ર પ્રાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ ચાલકજી મુકેશકુમાર મલકાંત, પ્રચાર પ્રમુખ  પંકજભાઈ રાવલ, અધિકારી નરેન્દ્રભાઈ દવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ફ્રી પ્રો . ગીરીશભાઈ ભીમાણી , ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ પ્રો . નવીનભાઈ શેઠ , એ.બી.વી.પી.ના અધિકારી છે . આર.બી. ઝાલા , સિન્ડીકેટ સદસ્ય ડો . ધરમભાઈ કાંબલીયા , એ.વી.પી.ટી.આઈ.ના પ્રિન્સીપાલ ર્ડા . પરેશભાઈ કોટક વગેરે મહાનુભાવો જુદી – જુદી સંસ્થાઓમાં ઉપસ્થિત રહી છાત્રોને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપેલ હતું . વિરાણી શાળામાં મુકેશભાઈ મલકાંતે ભાગ લેનાર 500 થી વધુ છાત્રોને જણાવેલ કે ,, સંશોધનની શરૂઆત સંશોધકોએ પોતાની તરૂણાવસ્થામાં જ કરેલ હતી . તરૂણાવસ્થામાં બૌદ્ધિક વિકાસની ગતિ ખૂબ જ વધુ હોય છે . તેમને શાળાનાં તરૂણોને આવેલ કે , પરજાપતિ વ્યક્તિગત સંશોધનોને સામૂહિક સંશોધનમાં પરિવર્તન કરતાં સંગઠિત થવું જોઈએ અને ચંદ્રયાન –3 ની અવળ સફળતામાં સંગઠીત સંશોધકોનાં પ્રદાન અંગે જણાવી રાષ્ટ્રનાં વિકાસમાં ફાળો આપવા આહવાન કર્યુ હતું.

બાયોસાયન્સ ભવનમાં મુખ્ય અતિથિ સ્થાનેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં શ્રી પંકજભાઈ રાવલે જણાવ્યું હતું કે , વિજ્ઞાનનાં એક સંશોધનનાં વિદ્યાર્થી તરીકે આપણા ઋષીમુનીઓ દ્વારા શોધી કઢાયેલ શાશ્વત વિજ્ઞાનને વ્યાવહરિક જીવનમાં માત્ર આપણે જ નહીં પરંતુ આપણા મિત્રો – કુટુંબીજનોને અનુસરવા માટે પ્રેરીએ પછી એ નિત્યક્રમ હોય , આપણા ઘરનાં પ્રસંગો અને ઉત્સવો આ તમામને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ આપણા ’ સ્વ ’ નાં વિજ્ઞાનથી રાષ્ટ્ર અને સમાજનાં સર્વાંગીણ વિકાસ માટે કાર્યવેત થવા અનુરોધ કરેલ હતો. હરિવંદના કોલેજ અને ફિઝીક્સ ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં છાત્રને સંબોધતા શ્રી નરેન્દ્રભાઈ દવે એ જણાવેલ કે , ભારત પ્રાચીનકાળથી જ વિજ્ઞાનનું ભીષ્મ પિતામહ રહ્યું છે અને ભારતીય વૈજ્ઞાનિકો દેશ – વિદેશમાં કાર્યરત છે 

વિજ્ઞાન ગુર્જરી જેવી 47 સંસ્થાઓ સમાજ અને રાષ્ટ્રનાં વિકાસ માટે કાર્યરત છે . દવે એ યુવાનોને આહવાન કરેલ કે વિજ્ઞાન ગુર્જરી મારફત રાજ્યભરનાં યુવાનોને રાષ્ટ્રના વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં માધ્યમથી સંગઠીત કરી આપણાં જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્ર અને સમાજ માટે કરવા પ્લેટફોર્મ પૂરું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે . વી.વી.પી. ઈજનેરી કોલેજ ખાતે પ્રો . નવીનભાઈ શેઠે જણાવેલ કે , આત્મનિર્ભર અને સ્વાવલંબી ભારતનાં સ્વપ્નને સાકાર કરવા વિજ્ઞાન અને ટેકનોલોજીનાં છાત્રો આગળ આવી રહ્યા છે . સ્ટાર્ટઅપ ઈન્ડિયાનાં માધ્યમથી યુવાનો મારફત અતુલ્ય પ્રદાન છેલ્લા 5 વર્ષોમાં જોવા મળી રહ્યું છે તે અભિનંદનીય છે . કેમેસ્ટ્રી ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરતાં પ્રો . ગીરીશભાઈ ભીમાણીએ જણાવેલ કે , વિજ્ઞાન ગુર્જરીએ સ્વદેશી વિજ્ઞાનનો ઉપયોગ કરી ટેકનોલોજીનો વિકાસ સમાજ અને દેશના વિકાસ માટે કરવાનું પ્લેટફોર્મ પ્રદાન કરેલ છે ત્યારે સૌરાષ્ટ્ર વિશ્ર્વવિઘાલય યુવાનોને દરેક પ્રકારે સંશોધનમાં મદદરુપ થવા કટિબઘ્ધ છે.એવીપીટીઆઇ ના પ્રિન્સીપાલ ડો. પરેશભાઇ કોટકે ભારતના વૈજ્ઞાનિકો સશોધનોના ઉદાહરણો આપી છાત્રોને પ્રોત્સાહીત કરેલ હતા.

ચિંતનભાઇ પંચાસરા વગેરે વિજ્ઞાન ગુર્જરીના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.