Abtak Media Google News

ભાઈ-ભાભીની રાખડી, એડીવાળી રાખડી, ઈમિટેશન, ડાયમંડ, બ્રાસની રાખડી સહિતની વિવિધ આઈટમોનું ધૂમ વેચાણ

Gogog

ભારત દેશમાં અનેકવિધ તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. તેમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાંથી એક અને સૌથી લોકપ્રિય તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ અને પવિત્ર બંધનનો તહેવાર. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધી ભાઈના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. રક્ષાબંધનનો તહેવાર દરેક ધર્મના લોકો ઉજવે છે. આ જ છે આ તહેવારની વિશિષ્ટતા. ભાઈના જીવનમાં, ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી કોઈને કોઈ બાબતનો ભય તેને સતાવતો રહેતો હોય છે અને જયાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભુ પ્રગટ થાય છે. રક્ષાની ભાવના હરહંમેશ પ્રબળ જ હોય છે. તે રક્ષા કે રક્ષણ અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણઈ પરમાત્મા અને દેવી-દેવતાઓને ગદગદ ભાવેથી કરેલું રક્ષણ, હિન્દુ ધર્મમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધીને તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે. પરંતુ શું માત્ર રાખડી બાંધીને કોઈની રક્ષા થઈ શકે ખરી? પણ ખરેખર તો મહત્વ તો કંઈ અલગ જ છે.

રાખડી બાંધતી વખતે બહેનના અંતર આત્મામાંથી જે આશિર્વાદ ભાઈ માટે નીકળે છે તેનું મહત્વ છે. આ આશિર્વાદથી ભાઈની આયુષ્યમાં વધારો થાય છે અને ભાઈના જીવનમાં આવતી દરેક આપત્તીથી બચવા માટે રાખડી રક્ષા કવચરૂપ બની જતું હોય છે. પ્રાચીન સમયમાં, બ્રાહ્મણો અને ગુરૂઓ તેમના શિષ્ય અને યજમાનને રાખડી બાંધતા હતા. ત્યારે સુતરના દોરાની રાખડી બાંધવામાં આવતી હતી. પરંતુ આજના આધુનિક યુગની જેમ બજારમાં હાલ રાખડીની અવનવી વેરાઈટીઓ ઉપલબ્ધ છે.

રાજકોટમાં રૂ.1 માંડી રૂ.2000 સુધીની રાખડીનું ઉત્પાદન કરવામાં આવે છે.જેમાં સિલ્વર 9 ટુ 5 આવે છે.કોપર,બ્રાસ,મેરેબલ,દોરા સહીતની રાખડીનું ઉત્પાદન કરવામાં આવે છે.રાજકોટની 50 થી 100 કિલોમીટરની પેરિફેરીમાં રાખડી માટેનું જોબવર્ક મોકલાવવામાં આવે છે. ઓછી જમીન વાળા નાના ખેડૂતો પણ આજે આ રાખડી અને ઇમિટેશનની જેવલરીના જોબવર્ક થી પોતાનું ગુજરાનું ચલાવે છે.આર્થિક ટેકો મેળવે છે.

ભાઈ-ભાભી રાખડીમાં નવી ડિઝાઇન વેરાયટીનું ઉત્પાદન: વલ્લભભાઈ ડોબરીયા

Fs

પટેલ ઓર્નામેન્ટના વલ્લભભાઈ ડોબરીયાએ જાણવ્યું કે, રક્ષાબંધનના પર્વ પહેલા આખા વર્ષની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આવતા વર્ષ માટેની નવી ડિઝાઈન નું ડેવલપમેન્ટ શરૂ કરી દેવામાં આવે છે. આ વર્ષે રાખડીમાં સુખડની સ્પેશિયલ રાખડીની વેરાઈટી આવી છે. તમારા ખુદના પ્રોડક્શનમાં ભાઈ-ભાભી રાખડીનું મેન્યુફેક્ચર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત માત્ર ભાભી રાખડીનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. ભારત ભરમાં 50 ટકા રાખડીનું ઉત્પાદન રાજકોટમાંથી કરવામાં આવે છે.તથા રાજકોટમાંથી જ દેશના અલગ અલગ રાજ્યો અને વિદેશમાં રાખડીને એક્સપોર્ટ કરવામાં આવે છે.

રોજની 5 હજાર રાખડીનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે: બાબુભાઇ

Hohohj

મયંક રાખીના બાબુભાઈએ જણાવ્યું કે, છેલ્લા 17 વર્ષથી મયંક રાખી માં વિવિધ વેરાઈટીની અવનવી ડિઝાઇન ગ્રાહકોને અને માર્કેટમાં પૂરી પાડવામાં આવે છે.રોજની 5 હજાર રાખડીનું ઉત્પાદન કરવામાં આવે છે. ડાયમંડ, ઇમિટેશન,દોરામાં રાખડીની અવનવી ડિઝાઇન ઉત્પાદન કરવામાં આવે છે.દર વર્ષે ડિઝાઇન ફેરવામાં આવે છે.છેલ્લા ઘણા વર્ષથી જોબવર્ક માટે અમે વધુ લોકોને રોજગારી પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.રક્ષાબંધન પર્વ પહેલા આખું વર્ષ રાખડીની અમે ઉત્પાદન કરવાની તૈયારીઓ માં આમરે લાગી જવું પડે છે.

એડી વાળી રાખડીનું વધુ વેંચાણ: મુકેશભાઈ

Ggii રામદેવ રાખીના મુકેશભાઈએ જણાવ્યું કે, આ વર્ષે એ દિવાળી રાખડીનું વધુ વેચાણ થઈ રહ્યું છે આ રાખડી ભાવ પોકેટ ફ્રેન્ડલી છે. આખા વર્ષમાં 500 ડિઝાઇન બનાવવામાં આવે છે જેમાંથી વેપારી 200 થી 300 જેટલી ડિઝાઇન સ્વીકારે છે.વેપારી ડિઝાઇન સ્વીકારે એ જ નવી માર્કેટમાં ડિઝાઇન ફરે છે. મહિલાઓ માટે રાખડી ખૂબ મોટું જોગ વર્ગ છે જે તેમની આવકનું ખૂબ મોટું સાધન છે રાજકોટના 25 કિમીની પેરીફરીમાં મહિલાઓ રાખડીનું જોબવર્ક કરે છે.વર્ષ 2025 સુધીમાં 1 હજાર બહેનોને જોબવર્ક અપાવવાની નેમ ઉપાડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.