Abtak Media Google News

બન્ને પોલીસકર્મી હપ્તા ખાઇને ગેરકાનુની પ્રવૃતિઓને ઉત્તેજન આપતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમા બે પોલીસકર્મીઓના વિરુધ્ધ જુદા-જુદા ગ્રામ્યના લોકો દ્વારા કુલ એક મહિનામા ત્રણેક વખત આવેદન આપ્યુ છે. ગ્રામજનોની રજુવાત છે કે પોતાના ગામોમા ધ્રાગધ્રા તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ ધમભા તથા કોન્સ્ટેબલ ઇન્દુભા હપ્તા લઇને દારુનુ વેચાણ, જુગારની કલ્બો, ગેરકાયદેસર ખનન સહિતની દરેક ગેરકાયદેસર પ્રવૃતિઓ શરુ કરાવે છે. પ્રથમ વખત ઠાકોર સેના દ્વારા આવેદન આપ્યા બાદ હાલમાજ ધ્રાગધ્રા ભાજપના ગ્રામ્ય પ્રમુખ સહિત સમસ્ત વાવડી ગ્રામ્યજનો દ્વારા પણ આ બંન્ને પોલીસકર્મીઓ વિરુધ્ધ ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ ત્યારે ફરીથી ધ્રાગધ્રાના મોટીમાલવણ , ઇશદ્રા ગામના લોકો દ્વારા તાલુકા પોલીસના ધમભા તથા ઇન્દુભા નામના પોલીસકર્મીઓ વિરુધ્ધ ફરીથી ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પોતાના ગામમા રેતીચોરી કરતા ખનનમાફીયાઓને આ બંન્ને પોલીસકર્મીઓએ છુટોદોર આપ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. તેવામા વારંવાર આ બંન્ને પોલીસકર્મીઓ વિરુધ્ધ ગંભીર આક્ષેપો થયા પરંતુ હજુ સુધી બંન્નેમાથી એકપણ પોલીસકર્મી વિરુધ્ધ કાર્યવાહી નહિ થતા અગામી સમયમા પોલીસકર્મીઓ વિરુધ્ધ ગ્રામજનો આંદોલન શરુ કરે તો નવાઇ નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.