Abtak Media Google News

પીછે પડ ગયા ઈન્કમ ટેકસમ્

લગ્નમાં રૂપિયા ઉડાડતો વીડિયો વાયરલ થયા બાદ આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું

મોટા મોટા ઉધોગપતિઓને ત્યાં અવાર-નવાર ઈન્કમ ટેકસના દરોડા પડતા હોય છે પરંતુ કયારેય કોઈ સામાન્ય માણસ આવકવેરાને ઝપટે ચડી જાય ત્યારે કુલુહલ ઉભુ થાય છે. આવો જ એક બનાવ રાજસ્થાનમાં બન્યો છે. જેમાં ચા વાળાએ દિકરીઓના લગ્નમાં દોઢ કરોડ ‚પિયા દહેજ માટે ખર્ચતા આવકવેરા વિભાગના કાન સરવા થયા હતા. વાયરલ થયેલા એક વિડીયોમાં લીલારામ ગજ્જર કે.જે.કોઠપુટ્ટીમાં ચાની દુકાન ધરાવે છે. આ તેઓ ચલણી નોટોના બંડલ ઉડાડી રહ્યા છે. આ વિડીયો વાયરલ થયા બાદ આવકવેરા વિભાગનું ગુજજરને તેડુ આવ્યું હતુ અને તેઓના આવકના સ્ત્રોત જાહેર કરવા માટેના આદેશો આપ્યા હતા. આ માટે આવકવેરા વિભાગ દ્વારા લીલારામ ગુજજરને નોટિસ પણ ફટકારવામાં આવી છે. જો કે લીલારામ ગુજ્જર આવકવેરાના સ્ત્રોત જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બાબતે આવકવેરા અધિકારીઓના કહ્યા પ્રમાણે ગુજજરને નોટીસ ફટકારવામાં આવી છે પરંતુ તેઓ યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા છે. જો કે હજુ તેઓને સમય આપવામાં આવશે અને આવતીકાલે જો જ‚રી દસ્તાવેજો રજુ નહીં કરી શકે તો વધુ કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત સગીર પુત્રીઓના લગ્ન બદલ પણ ગુજજર ઉપર કાર્યવાહી થવાની શકયતા છે. કારણકે ગુજજરની પુત્રીઓની ઉમર કાયદાકીય રીતે લગ્ન માટે નિયત ઉંમર કરતા ઓછી હોવાની સંભાવના છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.