Abtak Media Google News

યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કેસ ન થાય એવું ભાગ્યે જ બને: તંત્રની લાખ કોશિષ છતા સૌરાષ્ટ્રમાં પરીક્ષા ચોરીનું દુષણ યથાવત: કાયમી નિરાકરણ અનિવાર્ય.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા હોય અને કોપી કેસ ન થાય તેવું ભાગ્યે જ બનતું હશે. પરીક્ષા દરમિયાન ચોરીનું દુષણ ‘એ’ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પીછો છોડતું નથી ત્યારે ગઈકાલથી જ શ‚ થયેલી પ્રથમ તબકકાની પરીક્ષામાં જ સૌરાષ્ટ્રભરમાંથી ૭૧ કોપી કેસ પ્રથમ દિવસે જ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. યુનિવર્સિટીની લાખ કોશિષ છતા પરીક્ષા દરમિયાન ચોરીના બનાવ યથાવત છે.

ગઈકાલે જુદા જુદા કોર્સની પ્રથમ તબકકાની પરીક્ષામાં જૂનાગઢમાં ૧૫ કોપી કેસ, અમરેલીમાં ૭, વેરાવળમાં ૨, રાજુલામાં ૧૬, કોડીનારમાં ૫, દિગ્વિજયગ્રામમાં ૫, ધ્રોલમાં ૨, બિલખામાં ૩, ઉનામાં ૧૧ અને કોડીનારમાં ૫ સહિત કુલ ૭૧ કોપીકેસ પ્રથમ દિવસે જ નોંધાતા હવે સમગ્ર પરીક્ષા દરમિયાન ચોરી અટકાવવી યુનિવર્સિટી માટે મોટો પડકાર બની છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બીજા સત્રની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાઓ શ‚ થઈ છે. પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને પરીક્ષાખંડમાં પરીક્ષાર્થીઓ દ્વારા થતી ગેરરીતિ અટકાવવાના ભાગ‚પે યુનિવર્સિટી પરીક્ષા વિભાગમાં ઓનલાઈન મોનીટરીંગ માટે કંટ્રોલ‚મ ઉભો કરવામાં આવેલ છે. કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં તેમના સીધા જ માર્ગદર્શન મુજબ ઓનલાઈન મોનીટરીંગ કંટ્રોલ‚મમાં જુદા જુદા જીલ્લા કેન્દ્રોનું ૧૦ કોમ્પ્યુટર સીસ્ટમ પર સતત કોલેજોમાં ચાલતી પરીક્ષાઓનું મોનીટરીંગ થઈ રહેલ છે. જેમાં કુલસચિવ ડો.ધીરેનભાઈ પંડયા, ઓ.એસ.ડી.રાજેશ કાલરીયા, ડો.સંજય ભાયાણી, પરીક્ષા નિયામક અમિતભાઈ પારેખ, ઓ.એસ.ડી. મામતોરા, કોમ.ડાયરેકટર નયનભાઈ જોબનપુત્રા, સીસ્ટમ એનાલીસ્ટ ગોસ્વામી તેમજ મોનીટરીંગ માટે નિયુકત થયેલ અધ્યાપકો તથા ટેકનીકલ ટીમ દ્વારા કોલેજોમાં ચાલતી પરીક્ષાઓનું મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે. પ્રથમ તેમજ દ્વિતીય સેશનની પરીક્ષામાં જૂનાગઢ, અમરેલી, વેરાવળ, રાજુલા, કોડીનાર, દિગ્વિજયગ્રામ, ધ્રોલ, બીલખા, ઉના, કોડીનાર વગેરે કોલેજોમાં ઓનલાઈન મોનીટરીંગ તેમજ વિવિધ સ્કવોડ દ્વારા ૭૧ ગેરરીતિના કેઈસો નોંધવામાં આવેલ છે. તદઉપરાંત કોલેજમાં ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓનું લાઈવ રેકોર્ડીંગ પણ કરવામાં આવેલ છે તેમજ સંબંધિત પરીક્ષાર્થીઓની ઉતરવહીઓ અલગથી યુનિવર્સિટીને મોકલવામાં જણાવવામાં આવેલ છે.

યુનિવર્સિટી કંટ્રોલ‚મમાં કુલપતિ તથા કુલસચિવએ ટેલીફોન દ્વારા કોલેજમાં આચાર્યને પરીક્ષા સુચારુ વાતાવરણમાં લેવામાં આવે તે માટે જ‚રી સુચનાઓ આપેલ છે. આ સમય દરમ્યાન સિન્ડીકેટ સભ્યઓ સર્વ ડો.ધરમભાઈ કાંબલીયા, હરદેવસિંહ જાડેજા તેમજ ડો.નિદત્તભાઈ બારોટ પણ ઉપસ્થિત રહી કંટ્રોલ‚મની વ્યવસ્થા નિહાળેલ અને જ‚રી સુચનો કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.