Abtak Media Google News

ગોંડલ નાગરિક બેંક દ્વારા જપ-તપ તથા સુંદરકાંડના પાઠનું આયોજન

ગોંડલ નગરીને કર્મભૂમિ બનાવી ગોંડલ શહેરને વિકાસની નૂતન બેંકના ચેરમેન ગોવિંદભાઈ દેસાઈની આવતીકાલે ૧૮મી માર્ચના રોજ સાતમી પુણ્યતિથિએ ગોંડલ નાગરિક સહકારી બેંક લી.તેમજ ગં.સ્વ.જયોત્સનાબેન ગોવિંદભાઈ દેસાઈ તથા દેસાઈ પરિવાર વિશાળ શુભેચ્છક વર્ગ દ્વારા સાતમી પુણ્યતિથિએ ભાવવિભોર ઉજવણીના ભાગ‚પે વિવિધ ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે.

ગોંડલ નગરીને પોતાની કર્મભૂમિ બનાવનાર ગોવિંદભાઈ દેસાઈએ નાગર શેરી નાની બજાર ખાતે વસવાટ કરી અને જુના જનસંઘના પાયાના કાર્યકર તરીકે રાજકીય ક્ષેત્રે સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ગોવિંદભાઈ દેસાઈએ ગોંડલ નાગરિક બેંકના ચેરમેન પદે આ‚ઢ થઈને ગોંડલ નાગરિક બેંકને વિકાસની નૂતન દિશા આપી ગોંડલ નગરના અદના આદમીથી લઈ માતબર વેપારીઓ, કારખાનેદારો, ઉધોગપતિઓ, કિશાનો અને શ્રમિકોને આર્થિક સહુલતો પુરી પડે અને ગોંડલ પંથકના વેપાર, ધંધા, રોજગાર વધે તે માટે ગોંડલ નાગરિક બેંક દ્વારા તેમના કાર્યકાળમાં અનેકવિધ યોજનાઓ દ્વારા બેંકના કાર્ય ફલકને લોક ભાગ્ય બનાવી અને સેવાની જયોત પ્રગટાવેલી હતી.

જેના ફળસ્વ‚પે સમગ્ર ગોંડલ વિસ્તારની ગોંડલ નાગરિક સહકારી બેંક તેમના માર્ગદર્શન નીચે પ્રગતિની હરણફાળ ભરેલ અને ગોંડલ નાગરિક બેંકની ઝીરો ટકા એન.પી.એ.માં સ્થાન અપાવેલ અને એક સારા અર્થશાસ્ત્રી સાબિત થયેલ તેમજ તન, મનથી પૂર્ણ ધર્મમય જીવન જીવતા જીવતા અનેક જીવદયાના સેવાકાર્યો કરતા આ ઉપરાંત ગોંડલ જૈન સમાજમાં પણ પોતાની આગવી સુઝબુઝ અને દુરંદેશીવાળા સ્વભાવના કારણે અનેક સેવાકીય કાર્યો કરી લોક હૃદયમાં પોતાનું સ્થાન મેળવેલ. આવા ગોંડલ વિસ્તારના સુવર્ણ પુષ્ટસમા ગોવિંદભાઈ દેસાઈની સાતમી પૂણ્યતિથિ નિમિતે વિવિધ ધાર્મિક તથા સામાજીક કાર્યક્રમો યોજાય રહ્યા છે.

સ્વ.ગોવિંદભાઈ દેસાઈની આવતીકાલે સાતમી પુણ્યતિથિ નિમિતે ગોંડલ નાગરિક સહકારી બેંક દ્વારા સદગતને ભાવાંજલી આપવા રાત્રે નાગરિક બેંક ખાતે સુંદરકાંડના સમુહપાઠ યોજાશે તથા પૂજય સ્વ.દેસાઈને ભાવાંજલી આપવા ગોંડલ નાગરિક બેંકના ચેરમેન યતિશભાઈ દેસાઈ, વાઈસ ચેરમેન વલ્લભભાઈ વિરડીયા, મેનેજીંગ ડિરેકટર વલ્લભભાઈ કનેરીયા, જનરલ મેનેજર દિલીપભાઈ ભટ્ટ, સેક્રેટરી રમણીકભાઈ હીંડોચા તથા બેંકના ડાયરેકટરો ઓમદેવસિંહ જાડેજા, પંકજભાઈ આસોદરીયા, દિપુભાઈ રૈયાણી, બાવાલાલ પરમાર, દિપકભાઈ સોલંકી, કિરણબેન અંદિપરા, રંજનબેન ચાવડા, મહેન્દ્રભાઈ ફળદુ, હનીભાઈ સચદે તથા કર્મચારીગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ઉપરોકત સ્વ.ગોવિંદભાઈને ભાવાંજલી આપવા દેસાઈ પરિવારના ઉપક્રમે તેમના નિવાસે જપ-તપનું આયોજન ગં.સ્વ.જયોત્સનાબેન દેસાઈ તેમજ યતિશભાઈ દેસાઈ, શ્રીમતી ભાવિકાબેન યતિશભાઈ દેસાઈ, કેતનભાઈ દેસાઈ, શ્રીમતી બીનાબેન કેતનભાઈ દેસાઈ ચિન્મય, સહજ દેસાઇ તથા દિવ્યમ દેસાઈના માર્ગદર્શન તેમજ પ્રયત્નોથી આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.