Abtak Media Google News

વાર્યા ન વળે પણ હાર્યા વળે : પોતાના અસ્તિત્વ ઉપર જોખમ દેખાવા લાગતા હવે વિપક્ષો એક થઈને ઝઝૂમવા તૈયાર, જો વિપક્ષી એકતા 2024 સુધીમાં મજબૂત સ્વરૂપ લ્યે તો જોવા જેવી થાય!

વાર્યા ન વળે પણ હાર્યા વળે… આ કહેવત અત્યારે વિપક્ષ ઉપર લાગુ પડી રહી છે. રાહુલ ગાંધીનું સંસદ પદ ચાલ્યા જતા હવે વિપક્ષોને પોતાના અસ્તિત્વ ઉપર પણ જોખમ દેખાઈ રહ્યું છે જેને પરિણામે હવે વિપક્ષ એક થવા તરફ આગળ વધી રહ્યું છે. જેથી હવે ભાજપ માટે ખતરાની ઘંટી વાગી રહી હોય તેવું જણાઇ રહ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા સમાપ્ત કરવાને લઈને હોબાળો થયો છે.  ઘણા રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે.  આ સાથે જ દેશભરના વિપક્ષો એક થઈને રાહુલ ગાંધીના સમર્થનમાં કેન્દ્રનો વિરોધ કરી રહ્યા છે.  સાદી ભાષામાં કહીએ તો વિપક્ષી નેતાઓએ મતભેદ ભૂલીને રાહુલ ગાંધીને સમર્થન આપી રહ્યા છે. આખો વિપક્ષ કંઈ બોલ્યા વગર એક થઈ ગયો છે.  જો કે તેનો રાજકીય લાભ માત્ર કોંગ્રેસને જ મળવાનો છે.  જો રાજકીય સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ જે ન કર્યું તે આજે પોતાની મેળે થયું.  પછી તે તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જી હોય કે સીતારામ યેચુરી.  રાહુલ ગાંધી સાંસદ પદે જવાની ચર્ચાએ નેતાઓને એક કરી દીધા છે.  રાહુલની બરતરફીના વિરોધમાં વિપક્ષી નેતાઓએ કેન્દ્રની ભાજપ સરકાર સામે હોબાળો મચાવી રહ્યા છે.

2024ની લોકસભાની ચૂંટણી પહેલા જ્યારે ભાજપ વિરોધી ગઠબંધનની ચર્ચા થઈ રહી છે અને કોંગ્રેસ વિના ત્રીજો મોરચો બનાવવાની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે.  પરંતુ જે રીતે વિપક્ષી પાર્ટીઓએ મળીને રાહુલ ગાંધીના મુદ્દે નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે આ ગઠબંધન ભવિષ્યમાં પણ કામ કરશે.  જાણ્યે-અજાણ્યે, કેન્દ્રની ભાજપ સરકારે જ વિપક્ષ માટે માર્ગ ખોલી દીધો છે.  હવે સવાલ એ છે કે શું આ એકતા ટકશે?  અન્યથા 2024ની ચૂંટણી ભાજપ માટે ખરાબ પરિણામ આપી શકે છે.

મમતાએ ટ્વીટમાં લખ્યું, ‘વડાપ્રધાન મોદીના નવા ભારતમાં વિપક્ષી નેતાઓ ભાજપનું મુખ્ય નિશાન છે.  ગુનાહિત રેકોર્ડ ધરાવતા ભાજપના નેતાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે, જ્યારે વિપક્ષના નેતાઓને ભાષણ આપવા બદલ હટાવવામાં આવી રહ્યા છે!  આજે લોકશાહી નવી નીચી સપાટીએ પહોંચી છે.’  જોકે મમતાએ રાહુલનું નામ લીધું ન હતું.  તેમના ટ્વીટને રાહુલ સાથે ઉભા રહેવાનો સંદેશ માનવામાં આવી રહ્યો છે.  મમતાની જેમ જ અભિષેક બેનર્જીએ પણ રાહુલનું નામ ન લેતા ટ્વિટ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું.  છેલ્લા કેટલાક મહિનાઓમાં કોંગ્રેસ સાથે તૃણમૂલના સંબંધો ધીમે ધીમે બગડતા ગયા છે.  છતાં આવી ટ્વીટ નવા જોડાણ તરફ ઈશારો કરી રહી છે.

ગુજરાતની સુરત જિલ્લા અદાલતે ગુરુવારે રાહુલ ગાંધીને ‘મોદી’ અટક વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ બે વર્ષની જેલની સજા ફટકારી છે.  સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે ભારતીય બંધારણની કલમ 102(1) અને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ (1951)ની કલમ 8 હેઠળ રાહુલના સાંસદ પદને નકારી કાઢ્યું હતું.  રાહુલના સાંસદ પદ પરથી હટી જવાના સમાચાર સામે આવતા જ એક પછી એક વિપક્ષી દળોએ આ નિર્ણયનો વિરોધ શરૂ કરી દીધો હતો.  બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાનની ટીકા કરી છે.

સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ રાહુલની સાથે ઉભા છે.  તેમણે ટ્વિટર પર લખ્યું, ‘ભાજપ હવે વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે ગુનાહિત માનહાનિનો આશરો લઈ રહી છે, જે નિંદનીય છે.  જેમ કે રાહુલ ગાંધી સાથે થયું હતું.  મમતા વારંવાર ઇડી, સીબીઆઈના દુરુપયોગની ફરિયાદ કરે છે.  આ વખતે યેચુરીના અવાજમાં પણ એ જ સૂર સંભળાયો.  અન્ય વિપક્ષી દળો પણ રાહુલની સાથે ઉભા છે.  દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, ‘રાહુલ ગાંધીને લોકસભામાંથી હાંકી કાઢવાના નિર્ણયથી ચોંકી ઉઠ્યા છીએ.  દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.  સમગ્ર દેશમાં ભયનો માહોલ છે.  ભાજપના ઘમંડને કચડી નાખવા માટે 130 કરોડ લોકોએ એક થવું પડશે

રાહુલ ગાંધીની હકાલપટ્ટીએ વિપક્ષોને જોડી દીધા!!

રાહુલ ગાંધીનું સાંસદ પદ ચાલ્યા ગયા બાદ હવે વિપક્ષ એક થઈ રહ્યો છે.મમતા બેનર્જી (ટીએમસી), કે ચંદ્રશેખર રાવ (બીઆરએસ), શરદ પવાર (એનસીપી), અખિલેશ યાદવ (સપા) અને અન્ય નેતાઓ રાહુલના સમર્થનમાં ઉતર્યા છે. જો કે અગાઉ વિપક્ષને એક કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. પણ આ ઓચિંતા બનાવને પગલે વિપક્ષની એકતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. જો આ એકતા 2024 સુધીમાં મજબૂત સ્વરૂપ લઈ લ્યે તો ભાજપને મોટું નુકસાન પણ સહન કરવું પડી શકે તેમ છે.

ઇડી અને સીબીઆઈની કાર્યવાહી સામે પણ વિપક્ષોએ એકતા ડેકગાડી

આપના નેતા હોય કે લાલુ પ્રસાદ યાદવ, પછી મમતા હોય અનેક વિપક્ષના નેતાઓને સરકારી એજન્સીના ખરાબ અનુભવ થયા છે. તેવામાં  દેશની 14 વિપક્ષી પાર્ટીઓએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને કહ્યું કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન  અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો વિપક્ષી રાજકીય પક્ષો વિરુદ્ધ દુરુપયોગ થઈ રહ્યો છે. અરજીમાં વિરોધ પક્ષોનું કહેવું છે કે, વિપક્ષના નેતાઓની ધરપકડ કરવા માટે ઇડી અને સીબીઆઈનો મનસ્વી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમામ 14 રાજકીય પક્ષોનું કહેવું છે કે, લોકશાહી ખતરામાં છે અને અમે ચાલી રહેલી તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા.કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, જનતા દળ યુનાઇટેડ, ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે), નેશનલ કોન્ફરન્સએ,સીપીઆઇ,સીપીએમ અને ડીએમકે 14 રાજકીય પક્ષોમાં સામેલ છે જેમણે અરજી દાખલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.