Abtak Media Google News

ચૈત્રી દનૈયાનો આરંભ થયો છે. ત્યારથી સુર્યનારાયણ પણ લાલઘુમ બનાવી આકાશમાંથી અગ્ની વર્ષા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આકરા તાપ પડી રહ્યા છે જેના કારણે જનજીવન રિતસર ત્રાહિમામ પોકારી ગયું છે. હજુ થોડા દિવસ પહેલા જ સુરતમાં સવારે બનાવેલ એપ્રોચનો રોંડ બપોર થતા આઈસ્ક્રીમની જેમ ઓગળી ગયો હતો. જેને લઇને વાહનચાલકોને ભારે હાલાંકી નો સામનો કરવો પડ્યો હતો ત્યારે ફરી એક વાર રોડ પીગળવાની ઘટના સામે આવી છે જેમાં સોમવારે વડોદરાના ભાયલી-રાયપુરાનો રસ્તો પીગળી ગયો હતો.

Screenshot 10 5

આ વર્ષ ઉનાળાની સિઝનમાં રેકોર્ડ બ્રેક ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અગાઉ જ ઉચ્ચારવામાં આવી હતી. જેને જાણે સૂર્યનારાયણ સમર્થન આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એપ્રીલના પ્રથમ પખવાડીયામાં પારો 41 ડિગ્રીને પાર થઇ ગયો છે ત્યારે વડોદરાના રોડ ધગધગતી ગરમીમાં આઈસક્રીમની જેમ પીગળી ગયા હતા.

રાજસ્થાનના ચુરુ કરતાં અમદાવાદમાં વધુ ગરમી, વડોદરામાં રસ્તો પીગળ્યો | Hotter In Ahmedabad Than Churu In Rajasthan, Road Melted In Vadodara - Divya Bhaskar

વડોદરામાં વાતાવરણ અગન ભઠ્ઠીમાં ફેરવાતા રોડ પણ આઈસક્રીમની જેમ પીગળી ગયા હતા. રોડ પીગળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પીગળી જતા તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.