Abtak Media Google News

ખુલ્લી ગટરો, રસ્તાના ખાડા, ટ્રાફીકજામની સમસ્યાનો નથી આવતો કોઇ ઉકેલ

રાજકોટ થી શાપર વેરાવળ પહોંચવા માટે માત્ર 12 સળ નું અંતર કાપતા બે કલાક વાહન ચાલકોને લાગે છે વાહનોની લાઈન ત્રણ ત્રણ કિલોમીટર સુધી લાંબી લાગે છે રાજકોટ થી શાપર વેરાવળ પારડી પીપળીયા હડમતાળા ભરૂડી ભોજપરા ગોડલ જેતપુર સોમનાથ વેરાવળ જતા વાહન ચાલકોને મુશ્કેલી નો  સાત વર્ષ થી ભોગવી રહ્યા છે કોઈ નિવારણ આવતું નથી  શાપર વેરાવળ સર્વિસ રોડ પર ખુલી ગટર રસ્તાના ખાડાથી વાહનો ચલાવવામાં સમય ખવાય જાય છે.

શાપર વેરાવળ પારડી માં હાઈવે ઉપર  સર્વિસ રોડ નાં ગાબડાં પડી જતાં ધારાસભ્ય કેબિનેટ મંત્રી હાઈવે ઓથોરિટી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી

રાજકોટ થી શાપર વેરાવળ ઔધોગિક વિસ્તારમાં આવતા ઉધોગપતિઓ મજુરો કર્મચારીઓ એસ ટી બસ એમ્બ્યુલન્સ પ્રાઈવેટ વાહનો ચાર ચાર કલાકો સુધી ટ્રાફિક જામ થતાં પોલીસ જી આર ડી સભ્યો રોજ હેરાનપરેશાન થાય છે.

પારડી શાપર વેરાવળ ચોકડી થી ગોડલ તરફ રાજકોટ જતા સવિસ રોડ પર 2 ફટ નાં ગાબડાં વાહન ચાલકો ફસાઈ જાઈ છે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે   વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે

અનેક વાર હાઇવે નાં ઓથોરિટી ને શાપર વેરાવળ એસોસિયેશન  પારડી શાપર વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હોય છતા સવિસ રોડ નું સમર કામગીરી કરવામાં નથી આવતું  હવે આદોલન કરવાની લોક માંગણી ઉઠી છે લોકો ટોલનાકા ભરતા બંધ થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.