Abtak Media Google News

વિવાદાસ્પદ યુવતીએ બોલાવી હનીટ્રેપમાં ફસાવી વીડિયો વાયરલ કરવાની ધમકી દઇ માર મારતા વૃધ્ધનું મોત

લાશને સગેવગે કરે તે પહેલા બે યુવતી સહિત ત્રણની હત્યાના ગુનામાં ધરપકડ: એક ફરાર

શહેરના રૈયાધાર પર આવેલી શાંતિનિકેતન સોસાયટીના એક ફલેટમાં જામનગરના વૃધ્ધને હનીટ્રેપમાં ફસાવી વીડિયો વાયરલ કરવાની ધમકી દઇ માર મારતા વૃધ્ધનું મોત નીપજયાની અને લાશને સગેવગે કરે તે પહેલાં પોલીસે વિવાદાસ્પદ યુવતી સહિત સહિત ત્રણની અટકાયત કરતા સનસનાટી મચી ગઇ છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર પર આવેલી શાંતિનિકેતન સોસાયટીના એક ફલેટમાં ગત મોડીરાતે શંકાસ્પદ હીલચાલ થતી હોવાની બાતમીના આધારે યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. બી.બી.ગોહિલ અને રાઇટર જે.પી.મેવાડા સહિતના સ્ટાફ ઘટના સ્થળે તપાસ અર્થે દોડી જતા બે યુવતી સહિત ચાર શખ્સો મૃતદેહ દાટવા મીઠાના ૧૫ પેકેટ મગાવ્યાનું નજરે પડતા પોલીસને જોઇ એક શખ્સ ભાગી જતાં બે યુવતી સહિત ત્રણની અટકાયત કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયો છે.

પોલીસે મૃતક પાસેથી મળી આવેલા મોબાઇલ અને એટીએમ કાર્ડના આધારે તપાસ કરતા તે જામનગરના આણંદાબાવા સંતોષ ફળીના કિરીટ ચંદુ મહેતા નામના ૬૫ વર્ષના વૃધ્ધ હોવાનું બહાર આવ્યું છે. ગઇકાલે તેઓને વિવાદાસ્પદ વંદના ઉર્ફે વંસીકા પરસોતમ છગન વાઘેલા નામની યુવતીએ મોબાઈલમાં વાત કરી રાજકોટ બોલાવ્યા બાદ રૈયાધાર પરના શાંતિનિકેતન સોસાયટીના ફલેટમાં લઇ ગયા બાદ તેની સાથે કઢંગી હાલતમાં મોબાઇલમાં વીડિયો રેકોર્ડીંગ કરી હનીટ્રેપમાં ફસાવ્યા બાદ અલી ઇકબાલ શેખ અને યાસીન ઉર્ફે નાન યુસુબ સાંઢ નામના શખ્સો ઘસી આવ્યા બાદ યાસીને વંદના પોતાની પત્ની હોવાની ઓળખ આપી કિરીટભાઇ મહેતાને ધમકાવી પૈસા પડાવવા માટે માર મારતા તેમનું મોત નીપજ્યું હતું.

111 1548229295 1કિરીટ મહેતાનું મોત નીપજતા વંદના ઉર્ફે વંસીકા પરસોતમ, ગાયત્રીબા રવિરાજસિંહ ઇન્દ્રસિંહ પરમાર નામની યુવતી, યાસીન ઉર્ફે નાન યુસુફ સાંઢ અને અલી ઇકબાલ શેખ નામના શખ્સો ગભરાયા હતા અને તેની લાશને સગેવગે કરવા માટે મોડીરાતે દાટી દેવાની તૈયારી કરી મીઠાના ૧૫ પેકેટ લાવ્યા હતા તે દરમિયાન શંકાસ્પદ હીલચાલ અંગેની યુનિર્વસિટી પોલીસને માહીતી મળતા તેઓ દોડી જઇ શાંતિનિકેતન સોસાયટીમાંથી ગાયત્રી, વંચીકા અને અલીની અટકાયત કરી તે દરમિયાન યાસીન નામનો શખ્સ ફરાર થઇ જતા તેની શોધખોળ હાથધરી છે.

કિરીટભાઇ મહેતાનું માર મારવાના કારણે મોત નીપજ્યું છે કે, કઢંગી હાલતમાં વીડિયો રેકોર્ડીંગ જોઇને ગભરાવવાના કારણે એટેક આવતા મોત નીપજ્યું તે અંગેની વિશેષ વિગત મેળવવા મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી તેના સગા-સંબંધીઓને બોલાવ્યા છે. બીજી તરફ વિરમગામની વંદના ઉર્ફે વંસીકા પરસોતમ છગન વાઘેલાએ કિરીટભાઇ મહેતા વચ્ચે છેલ્લા બે વર્ષથી સંબંધ હોવાનું બહાર આવ્યું છે.

પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, યાસીન ઉર્ફે નાન યુસુફ સાંઢ આટકોટનો છે, વંદનાના પતિ તરીકે ઓળખ આપનાર અલી ઇકબાલ શેખ ‚ખડીયાપરા રાજીવનગરનો અને રૈયાધાર પર શાંતિનગરમાં શ્યામરાજ એપાર્ટમેન્ટમાં રહેતી ગાયત્રીબા રવિરાજસિંહ ઇન્દ્રસિંહ પરમાર તેમજ વંદના ઉર્ફે વંસીકા વાઘેલા વિરમગામની વતની હોવાનું અને ચારેય મળી જામનગરના કિરીટ ચંદુલાલ મહેતાને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો પ્લાન બનાવ્યો હતો. વંદના ઉર્ફે વંસીકા વાઘેલા સાવરકુંડલામાં વેશ્યાવૃતિના ગુનામાં ઝડપાયાનું જયારે અલી ઇકબાલ શેખ હથિયાર સાથે ઝડપાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.