Abtak Media Google News

ભારતમાં ગુગલ પર ‘મેટ્રીમોનીયલ’ કરતા ‘ડેટીંગ’ વેબસાઈટનું સર્ચ વધારે: ખાણીપીણીની હોમ ડીલેવરી કરતી વેબસાઈટની બોલબાલા પણ વધી

ડેટીંગ વેબસાઈડને ભારતે સૌથી વધુ દુષીત કર્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. કયાંક ડેટીંગ વેબસાઈટનું મહત્વ અને તે શું છે તેને સમજવામાં ભારતીયો ઉણા ઉતર્યા છે. વિદેશમાં ડેટીંગ વેબસાઈટનો ખૂબજ સારી અને લગ્નજીવન બનાવવા માટે કરવામાં આવે છે. ત્યારે ભારતમાં ડેટીંગ વેબસાઈટનું ચલણ અને તેનો ઉપયોગ ખુબજ ખોટી રીતે થતો જોવા મળે છે.

ઓનલાઈન ડેટીંગનો ઉપયોગ ભારતમાં લોકો છેતરપીંડી , લૂંટ જેવી પ્રવૃત્તિ કરવા માટે કરતા હોય છે. ૨૦૧૮માં લોકો દ્વારા ૪૦ ટકા ઓનલાઈન ડેટીંગ વેબસાઈટને લઈને અનેક વિધ તકલીફો અને સમસ્યાઓ ઉદભવીત થઈ હતી ત્યારે ગુગલ પર ભારતીય લોકો દ્વારા ૩૭ ટકા ડેટીંગ વેબસાઈટને સર્ફ કરવાનું સામે આવ્યુ હતુ કે જે મેટ્રીમોનીક બ્રાન્ડ કેઅન્ય વેબસાઈટોની સરખામણીમાં૧૩ ટકાનો વધારી નોંધાયો હતો.

મેટીમોની વેબસાઈટ કરતા ડેટીંગનુંચલણ ભારત દેશમાં ખૂબ વધ્યુ છે. ૬ હજાર ભારતીયો પર જયારે સર્વે કરવામાં આવ્યો તો ૯૨ ટકા લોકો પોતાનાપ્રેમને શોધવા માટે ડેટીંગ એપ્લીકેશનનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. ડેટીંગ વેબસાઈટ પર ૨૪ ટકાભારતીયો પોતાના પ્રેમનો ઈજહાર કરતા જોવા મળે છે. જયારે ૨૧ ટકા લોકો રોમેન્ટીંક ભેટ સોંગાદ અને ૧૫ ટકા લોકો હોલીડેનું પ્લાન કરતા હોય છે આ તમામ પ્રકારે ડેટીંગ વેબસાઈટનો ઉપયોગ કરી ભારતીયો છેતરપીંડી અને ગેરરીતિ આચરતા હોય છે.

ખાણીપીણીનાવાત કરવામાં આવે તો ભારતીય લોકો સ્વીગી, ઝોમેટો અને બીજી અન્ય ઓનલાઈન ડીલેવરી બ્રાન્ડ વિશે સર્ચ કરતા જોવા મળ્યા છે. જેમાં ખાણીપીણીમાં પીઝા કેટેગરીમાં લોકોમાં સૌથી વધુ પ્રચલીત છે. ગુગલ ઈન્ડીયા દ્વારા એવી પુશ્તી કરવામાં આવી છે.સોશ્યલ મીડીયા એક એવુ માધ્યમ બન્યું છે કે જે લોકોની ખરીદ શકિતમાં વધારો નોંધાવ્યો છે. સાથોસાથ ૭૯ ટકા લોકો નવી ગાડીના મોડલોને પણ સર્ફ કરતા નજરે પડયા છે. પરંતુ વાત કરવામાં આવે તો ઓનલાઈને તમામ ક્ષેત્રે ડાટ વાળ્યો છે. પછી ભલે તે ડેટીંગથી લઈ ખાવા સુધીના લોચા હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.