Abtak Media Google News

ભાજપે બંગાળમાં હિન્દુ મતો અંકે કરવા ‘જયશ્રી રામ’નો નારો પ્રબળ બનાવતા તૃણમુલે ‘જય મહાકાળી’ નારો આપીને હિન્દુ મતોને ખેંચવા એડીચોટીનું જોર

દેશમાં ચાલી રહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ના અંતિમ બે તબક્કા કેન્દ્રમાં સત્તા પ્રાપ્તિ માટે મહત્વના ગણાય છે ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપને સત્તામાં આવતા અટકાવવા માટે મરણિયા પ્રયાસો માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બંગાળમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે સામાપક્ષે ભાજપ પણ પશ્ચિમ બંગાળ નેજ વિજય માટે નિમિત્ત બનાવી વધુમાં વધુ બેઠકો મેળવવા ની નીતિ પર આગળ વધી રહ્યું છે અત્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને મમતા બેનરજી વચ્ચે હિન્દુ મતો માટે ભારે રાજકીય સંઘર્ષ ઉભો થયો છે. ભાજપના ‘જયશ્રી રામ’ના નારા સામે તૃણમુલે ‘જય મહાકાળી’નો નારો આપ્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હવે અંતિમ તબક્કાના મતદાન માટે છેલ્લી ઘડીના પ્રયાસો માં લાગી ગયા છે બંગાળની વાઘણ પોતાના વિરોધીઓને અને ખાસ કરીને ભાજપને બંગાળમાં કોઈ પણ પ્રકારે ફાવવા ન દેવા મેદાનમાં ઉતરી પડયા છે મદીના પૂર અને ગામડાઓમાં ચૂંટણી સભાઓ માટે મોટા મોટા પંડાલો ઊભા કરીને આકરા તાપ વચ્ચે પણ મમતા સભાઓ ગજવી રહ્યા છે મહિલાઓ પણ નાના બાળકો સાથે હાથમાં પંખા લઈને આકરા તડકામાં યોજાઇ રહેલી મમતા બેનર્જી ની સભાઓ સાંભળી રહી છે.

તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો પણ મતદારો માટે અને ખાસ કરીને સભામાં ઉપસ્થિત રહેલા લોકો માટે પાણીની વ્યવસ્થામાં લાગી ગયા છે આકરા તડકા અને ભારે ગરમીની પરવા કર્યા વગર મમતા બેનરજી ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે એક દો તીન ભાજપ કે વિદાય દિન દેવા સૂત્રો સાથે મમતા બેનરજી નરેન્દ્ર મોદી અને તેમના વિજય રથને રોકવા માટે મહેનત કરી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં હિન્દુ અને મુસ્લિમ મતોના આધારે વિજયતી વેતરણી પાર કરવા ઉતરી પડ્યા છે. ટી એમ સી ઉમેદવાર દિપક અધિકારી સહિતના ઉમેદવારો પણ પોતાના ચૂંટણી પ્રચારમાં મોદીનો મુદ્દો જ ઉઠાવી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં અત્યારે તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ માટે હિન્દુ બેંક મહત્વની બની ગઈ છે ભાજપના જય શ્રીરામ સામે મમતા બેનરજીના જય મહાકાલી ના સૂત્ર ની બોલબાલા થઈ ગઈ છે.

બંગાળના રાજકારણમાં મમતા બેનર્જી સામે કોંગ્રેસ અસ્તિત્વનો જંગ ખેલી રહી છે અને ભાજપ મુખ્ય હરીફ તરીકે દીદી હંફાવી રહ્યું છે બંગાળમાં ૩૦ ટકા મુસ્લિમ મતદારો ભાજપ વિરુદ્ધ માં અને ટીએમસીના સમર્થનમાં ગણાય છે બંને પક્ષો અત્યારે બંગાળના હિન્દુ મતો પર આધારિત બની ગયા છે ડાબેરીઓ ૧૫ થી ૨૦ ટકા મતો પર પ્રભુત્વ ધરાવે છે પરંતુ અત્યારે એકાદ બેઠક પર મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ૪૨ માંથી ૨૫ બેઠકો પર ટીએમસી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે ટીએમસી દક્ષિણ બંગાળ ઉપર પ્રભુત્વ જાળવી રાખ્યું છે પરંતુ ૨૦૧૪માં ભાજપે ૧૭ ટકા મતો મેળવ્યા હતા જે ૨૦૧૧ના પાંચ ટકા થી ત્રણ ગણા વધુ હતા. જોકે ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૧૦ ટકા સુધી પહોંચી ગઇ હતી મોદી અને શાહની લહેર જગાવવા જય શ્રીરામ અને મમતા ના મુસ્લિમ તુષ્ટીકરણના મુદ્દાને હથિયાર તરીકે વાપરે છે.

જ્યારે ટીએમસી જય બંગલા અને જય મહાકાલી ના મિત્રો સાથે હિન્દુ મતો અંકે કરવા મેદાનમાં છે. મમતા બેનરજીએ દેવરા ખાતે યોજાયેલી જાહેરસભામાં હિન્દુ શ્ર્લોકોનો ઉપયોગ કર્યો હતો.  સાથે સાથે મહાકાલી અને દુર્ગાના નામોનો ઉલ્લેખ કર્યો હતો. મમતા બેનરજીએ ભાજપના હિન્દુ તો સામે એપીએમસીને સોફ્ટ હિન્દુત્વ તરફ વળ્યો છે વર્તમાન સમયમાં દીદી બંગલાદેશની પ્રજાને બંગાલી ભાષાથી એકજૂથ કરવાના કામમાં લાગી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.