Abtak Media Google News

એકના એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી: પરિવારમાં શોક

શહેરના મવડી રોડ પર આવેલી કે.જી. સોસાયટીમાં રહેતી હાસ્યક લાકાર ધીરૂભાઈ સરવૈયાની પરિણીત પુત્રીનું બેભાન અવસ્થામાં મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી રોડ પર કે.જી. સોસાયટીમાં રહેતી અલ્પાબેન જીજ્ઞેશભાઈ ભાલીયા નામની ૨૮ વર્ષની ખાંટ રજપૂત પરિણીતાને બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જયાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કાળોકલ્પાંત સર્જાયો હતો.

મૃતક અલ્પાબેન હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાની પુત્રી હોવાનું અને તેણીના પાંચ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને સંતાનમાં એક ત્રણ વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.