Abtak Media Google News

કાસકરે પાક.માં કરાંચી સહિત અન્ય શહેરોમાં દાઉદના ૯થી વધુ સરનામા આપ્યા

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનો ભાઈ ઈકબાલ કાસકરે પોલીસ સામે કબુલાત કરી છે કે દાઉદ હાલ પાકિસ્તાનમાં જ છે. આ માટે તેણે દાઉદના ચાર-પાંચ સરનામા પણ આપ્યા છે. ઈકબાલ કાસકર કે જે હાલ મુંબઈ સ્થિત છે. જેને થાણે પોલીસે ૧૮ સપ્ટેમ્બરના રોજ ખંડણી ઉઘરાવવાના કેસમાં પકડી પાડયો હતો. આ ઉપરાંત, કાસકરે તપાસનીકોને કહ્યું હતું કે, દાઉદ છેલ્લા ત્રણ વર્ષથી ફોન પર કોઈપણ વાતચીત કરવાનું ટાળતો હતો. તેણે દાવો કર્યો છે કે દાઉદ અનીસ અહેમદના પણ સંપર્કમાં છે.

આ અનીસ અહેમદ કે જે દાઉદને મદદ કરતો હતો. અનીસ અહેમદ આંતરરાષ્ટ્રીય નંબર પરથી તેને ઈદ અથવા અન્ય કોઈ પ્રસંગોપાત ફોન પણ કરતો. કાસકરે છેલ્લા ત્રણ વર્ષમાં ડેવલપર્સ અને જવેલર્સો પાસેથી ખંડણી તરીકે ‚ા.૧૦૦ કરોડ જેટલા પૈસા ઉઘરાવ્યા છે. જોકે, કાસકરે આ ખંડણી ઉઘરાવવાના કેસમાં દાઉદનો કોઈ હાથ નથી તેમ જણાવ્યું છે. આ સાથે કાસકરે વધુમાં કહ્યું હતું કે, આ નાણા તેણે બિલ્ડર્સો સાથે બીઝનેસ કરીને કમાયા છે.

વરીષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઈકબાલ કાસકરે આપેલી તમામ માહિતી અને કબુલાતોને ભારતની ગુપ્તચર સંસ્થાઓએ એકત્ર કરેલી તમામ વિગતો સાથે સરખાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.