Abtak Media Google News

રામમંદિર પરના સ્ટેન્ડને લઈ વસીમ રીઝવી પર આતંકીઓનો ખતરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ઉચ્ચ સુરક્ષા આપવા માંગણી

ઉતરપ્રદેશના વકફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવીની હત્યા કરવાના પ્લાનિંગમાં દાઉદના ત્રણ સાગરિતની ધરપકડ કરાઈ છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ગેંગના ૩ શુટર્સને ઝડપવામાં દિલ્હી પોલીસે મોટી સફળતા મેળવી છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલને બાતમી મળી હતી કે ઉતરપ્રદેશના બુંદલ શહેરમાં ડી ગેંગના શખ્સો કોઈ ખતરનાક પ્લાન પર કામ કરી રહ્યા છે અને આ કામને જલ્દીથી અંજામ આપી શકે છે.

પોલીસની બાતમીના આધારે ડી ગેંગના સલીમ અહમદ અંસારી (૪૫), આરિક (૩૮) અને અબશર અહમદ નામના ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ ત્રણેય શખ્સો સતત ડી ગેંગ સાથેના સંપર્કમાં હતા. પોલીસે દાઉદના આ ત્રણેય સાગરિતો પાસેથી કેટલાક હથિયારો પણ કબજે કર્યા છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે, આ શખ્સોની મદદથી દાઉદના અન્ય સાગરિતો સુધી પણ પહોંચી શકાશે.

દાઉદ ઈબ્રાહીમના ત્રણ શુટર્સની ધરપકડ બાદ તેમની પાસેથી જાણવા મળ્યું છે કે, તેઓ યુપી સીયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવીની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ બાબતની જાણ થતા વસીમ રીઝવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ઉચ્ચ સુરક્ષાની માંગ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્રમાં વસીમ રીઝવીએ જણાવ્યું છે કે, રામમંદિર પર મારા સ્ટેન્ડને લઈ ઘણા આતંકવાદીઓ મને મારવાની કોશિષ કરી રહ્યા છે. આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ થઈ છે. તેથી મારી માટે ઉચ્ચ સુરક્ષા ઉપલબ્ધ કરાવો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.