લોકડાઉનમાં લોહીની અછતની હાલાકી જોઇ ‘બ્લડ’વેબ સીરીઝ બનાવવા કર્યો નિર્ણય

લોહીની જરૂરીયાત વાળાઓને મદદરૂપ થવા વિચાર આવ્યો: વેબ સીરીઝના પ્રથમ એપીસોડને સારો પ્રતિસાદ લોહીની જરૂરીયાત માટે જાગૃતિ માટે ‘બ્લડ’ અસરકારક બનશે

લોહીનું એક ટીપુ જીવન મરણ માટે નિર્ણાયક બની શકે, જરુરીયાત મંદો અને ખાસ કરી થેલેસેમીયા બાળકોને સમયસર લોહી મળી રહે તે માટે સામાજીક જાગૃતિ અનિવાર્ય છે.કોરોનના લોકડાઉન દરમ્યાન જરુરીયાત મંદો અને થેલેસેમીયા બાળકોને રકતના એક એક ટીપા માટે કરવી પડેલી મહેનત અને પરિસ્થિતનું પુનરાવર્તન કયારેય ન થાય અને સમાજમાં રકતદાન અંગે જાગૃતિ મળેતે માટે ‘બ્લડ’ વેબ સીરીઝ બનાવી પ્રથમ એપીસોડના જબરા પ્રતિસાદ બાદ બીજા એપીસોડનું લોન્ચીંગ થશે.

રવિવારે કે.આર.આર. એન્ટટેઇમેન્ટ ગ્રુપની ‘બ્લડ’ વેબ સીરીઝના બીજો એપીસોડ નું લોન્ચીંગ: કુલદીપસિંહ રાજપુત 2019-2020 મા જે લોકડાઉન થયું હતું એ લોકડાઉન પછી જે થેલેસેમીયાગ્રસ્થ બાળકોને જે બ્લડની કટોકટી સર્જાણી હતી તેના પર લોકોને જાગૃત કરતી આ સીરીઝ જે જેનો પહેલો એપીસોડનું મેયર પ્રદીપ ડવના હસ્તે કે.એસ.આર. એન્ટટેઇમેન્ટ  યુ ટયુબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યો હતો.

આ સીરીઝ જોઇને લોકોને બ્લડ પ્રત્યેની અવેરનેસ લાવવાનો આ ચેનલનો ઉદ્દેશ છે અને ‘અબતક’ ની  મુલાકાતે કુલદીપસિંહ રાજપુત, મીતેષ જોશી, મીત કોટેચા, જય છગલાણી, આદીત્ય શ્રીમાળી આવ્યા હતા.