Abtak Media Google News

ઉપલેટા-ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાની ચીમકી બાદ તંત્ર આવ્યું હરકતમાં ૪૨૫ને બદલે ૨૦૨ એમસીએફટી પાણી અપાતા ખેડુતો તેમજ ધારાસભ્ય નારાજ

ઉપલેટા ભાદરકાંઠા વિસ્તારના ખેડુતોનો ઉભો પાક બચાવવા અને શિયાળુ પાક પકવવા માટે સરકારમાં અને અધિકારીઓ પાસે છેલ્લા ૧૫ દિવસ થયા રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા ભાદર ડેમના દરવાજા ધારાસભ્ય જાતે ખોલી ખેડુતોને પોતાનો હકક અપાવે તેવા મકકમ નિર્ધાર સાથે ખેડુતો અને ધારાસભ્ય સરકાર સામે મેદાને પડતા ગઈકાલે સરકારે ભાદર-૨ ડેમમાંથી ૨૦૨ એમસીએફટી પાણીનો જથ્થો છોડવાના નિર્ણયને સતાવાર મંજુરી આપી દીધેલ છે.

આ અંગે ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ગતરાત્રે સર્કિટ હાઉસ ખાતે મીડિયાને જણાવેલ કે, હું અને કુતિયાણાના ધારાસભ્ય છેલ્લા ૧૫ દિવસ થયા ભાદર ડેમમાંથી વહેલાસર અને પુરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે તેવી લેખિત અને મૌખિક રજુઆતો વારંવાર કરતા હતા પણ ગઈકાલે બપોર બાદ રાજય સરકારે ભાદર-૨ ડેમમાંથી માત્ર ૨૦૨ એમસીએફટી પાણી છોડવાનો નિર્ણય ભાજપના મળતિયાઓના દબાણને કારણે કર્યાને દુ:ખની વાત છે.

મેં છેલ્લા ૧૫ દિવસ પહેલા ડેમની અત્યારસુધીમાં છેલ્લા પાંચ વર્ષ માટે પીવા માટે અનામત રહેતો જથ્થો બાષ્પીભવન થતું પાણી સહિતની આંકડાકિય માહિતી સાથે સરકાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓને ૪૨૫ એમસીએફટી પાણી જથ્થો આપવા માંગણી કરેલ હતી.

મારી માંગણીને ધ્યાનમાં રાખી તા.૬/૧૦ના રોજ આ પાણીની માંગણી મુજબના દરખાસ્ત સરકારમાં કરેલ પણ જો આ દરખાસ્ત મુજબ પાણી આપવામાં આવે તો છેક ઉપલેટા-કુતિયાણા વિસ્તારના ખેડુતોને પુરેપુરો લાભ મળે તેવું લાગતા ભાજપના મળતીયાઓને પેટમાં તેલ રેડાયું અને આ દરખાસ્તને રદ કરાવી. તા.૧૧/૧૦ના રોજ ૫૨ એમસીએફટી પાણીનો જથ્થો આપી શકાય તેવી દરખાસ્ત નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા સરકારમાં કરવામાં આવેલ પણ પાછળથી ખબર પડી કે ૫૨ એમસીએફટી પાણી તો સામાન્ય જથ્થો છે ત્યારે ફરી પાછી તા.૧૫/૧૦ના રોજ નવી દરખાસ્ત ૧૨૫ એમસીએફટી પાણી અપાય તેવું જણાવી સરકારમાં મોકલવામાં આવેલ પણ ભાજપના મળતીયાઓ આ દરખાસ્તમાં વધારો કરાવી પોતાના તાલે જશ ખાતવા નિકળતા ફરી પાછી તા.૧૮/૧૦ના રોજ નવી દરખાસ્ત ૨૦૨ એમસીએફટી પાણી આપી શકાય તેવું નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવી સરકારમાં મોકલેલ.

ચાર-ચાર દરખાસ્ત રદ કરવીને નવી મંગાવવી આવી અનેક ક્ષતિઓને ધ્યાનમાં લીધા વગર માત્ર ભાજપના મળતીયાઓના દબાણને ટુંકા સ્વાર્થને કારણે ગઈકાલે સરકારે ૨૦૨ એમસીએફટી પાણી છોડવાનો નિર્ણય કરેલ તે બહુ જ દુ:ખની વાત છે.

ખેડુતો અને ધારાસભ્યની લડતનો વિજય થતા ફટાકડા ફુટયાUntitled 1 46ગઈકાલે રાજય સરકાર દ્વારા ખેડુતો માટેની માંગણી પાણી છોડવાની ધારાસભ્યની રજુઆતને પગલે રાજય સરકાર ઝુકી જતા ગઈકાલે બસ સ્ટેન્ડ ચોકમાં શહેર કોંગ્રેસના કાર્યકરોએ તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગરની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, ખેડુતો હાજર રહી ફટાકડા ફોડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.