Abtak Media Google News

જેમ એક સફળતાની પાછળ અનેક નિષ્ફળ પ્રયાસોનું લિસ્ટ હોય છે એવું જ કાંઇક આપણે ત્યાં સરકારી બેંકોનું છે. 2020-21 નાં નાણાકિય વર્ષમાં સરકારી બેંકોની બેલેન્શીટો ઘટતી એન.પી.એ અને વધતા વિકાસનાં ચિત્ર સાથે ઉજળી બાજુઓ દેખાડી રહી છે. પરંતુ વાસ્તવિકતા જાણતા ખબર પડે છે કે વરસાદની મૌસમમાં રૂપાળી કળા કરતો  મોર પાછળથી ઉઘાડો દેખાય છે. હાલમાં જ થયેલી એક આર.ટી.આઇ નાં જવાબમાં રિઝર્વ બેંકને જણાવવું પડ્યું છે કે સરકારી બેંકોની એન.પી.એ.માં મોટો ઘટાડો જરૂર થયો છે. પરંતુ 20219-20 માં આ બેંકોની એન.પી.એ  1,75,877 કરોડ રૂપિયા જેટલી ઉંચી હતી. પરંતુ બેંકોએ 2020-21 માં 1,31, 894 કરોડ રૂપિયાની એન.પી.એ રાઇટ-ઓફ એટલે કે માંડવાળ કરી નાખી છે. એટલે જ બેંકોની એન.પી.એ માં ઘટાડો જોવા મળ્યો છે.

સરકારી બેંકોની બેલેન્શીટનાં આંકડા  ઘણું કહી જાય છે. ગત વર્ષે આ બેંકોએ 9013 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું હતું. જે આ વર્ષે બેલેન્શીટમાં 32,346 કરોડ રૂપિયાનો નફો દેખાડે છે. એશિયાન. ત્રીજા નંબરની ઇકોનોમી જ્યારે કોવિડ-19નાં નબળાં કાળમાં જયારે વિકાસ નેગેટીવ દેખાડતી હતી ત્યારે બેંકોના લોન પોર્ટફોલિયો માડ 5.6 ટકાના વૄધ્ધિદર સાથે આગળ વધી રહ્યો છે જે આઝાદ ભારતમાં સૌ પ્રથમવાર 1956 બાદ આટલો ઓછો વિકાસ જોવા મળ્યો છે. આ એજ વર્ષનાં આંકડા છે જેમાં રિઝર્વ બેંકે મોરેટોરિયમની સુવિધા આપી હતી આ ઉપરાંત બેંકોને તેમણે આપેલી લોન રીસ્ટ્રક્ચર કરવાની પણ પરવાનગી આપી હતી. આટલું કરવા છતા પણ સ્થિતીમાં બહુ મોટા સુધાર જોવા મળ્યા નથી. આ ઉપરાંત સરકારે વિશેષ અસરગ્રસ્તોની રાહત માટે ત્રણ ટ્રિલિયનનું ફંડ ઉભું કયુ છે.

અમે અગાઉ જણાવ્યું તેમ પીળું એટલું બધું સોનું હોતું નથી. હજુ પણ છ બેંકો  એવી છે જેના એન.પી.એ બે આંકડામાં છે. ભારતની લિસ્ટેડ બેંકોના નેટ પ્રોફિટ 2020-21 માં બમણાથી પણ વધારે વધીને 1.03 ટ્રિલિયન રૂપિયા થયા છે. આગળ જણાવ્યું તેમ તમામ સરકારી બેંકોના સોનેરી દિવસો આવ્યા નથી પરંતુ તે તમામનો મળીને નફો  32346 કરોડ રૂપિયા થયો છે. યાદ રહે કે તાજેતરનાં સરકારી બેંકોના મર્જર બાદ હવે દેશમાં કુલ 12 સરકારી બેંકો રહી છે.

ઇન્ડિયન ઓવરસીઝ બેંકની વાત કરીઐ તો તે 6075 કરોડ રૂપિયાનાં નુકસાનમાંથી 200 કરોડથી વધારે નફો કરતી બેંક થઇ છે.  જો કે સેન્ટ્રલ બેંક તથા પંજાબ એન્ડ સિંધ બેંક હજુ પણ ખોટમાં ચાલી રહી છે. આ સિવાય પાંચ બેંકો જેમણે 2020 મામ નુકસાની કરી હતી તે 2021 માં નફો દેખાડી રહી છે. જેમાં બેંક ઓફ ઇન્ડિયા, કેનેરાબેંક, યુકો બેંક યુનિયન બેંક તથા આઇ.ડી.બી.આઇ બેંકનો સમાવેશ થાય છે.

એમ તો પ્રાઇવેટ સેક્ટરની બેંકો પણ ગત વર્ષના 50053 કરોડ રૂપિયાનાં નફા સામે 70543 કરોડના નફા સાથે સુધારાનો ગ્રાફ દેખાડે છે. આમ તો તમામ પ્રાઇવેટ બેંકોએ નફા દેખાડ્યા છે પણ ઇન્ડસઇન્ડ બેંક તથા બંઘન બેંકના નફામાં ઘટાડો જોવા મળ્યો છે.   સરકારી બેંકો એ પ્રાઇવેટ બેંકોની તુલનાએ ઓપરેટિંગ પ્રોફિટમાં વધારે સરસાઇ મેળવી છે.  આ વખતે ચાર ખાનગી અને પાંચ સરકારી બેંકોએ 2021ની સાલ માટે પ્રોવિઝનમાં ઘટાડો દેખાડ્યો છે. સરકરી બેંકોનો અન.પી.એ નો દર 11 ટકા જેટલો રહે છે જ્યારે પ્રાઇવેટ બેંકોનો દર નવ ટકા થી થોડો વધારે દેખાય છે.

ટૂંકમાં કહો તો સરકારી બેંકોની હાલત આંકડાકીય રીતે જ્વલંત સુધારા તરફી દેખાય છે પણ   એમાં સંપૂણ સત્ય કાંઇક જુદુ છે. જુની એન.પી. એ ને બેલેન્શીટ માંથી જ કાઢી નાખવાનો કિમીયો બેંકો દ્વારા ઘણીવાર અપનાવવામાં આવે છે જેનાથી તેમની બેલેન્શટિ સુધરે છે પરંતુ આ માંડવાળ કરવી પડે તેવી એસ્સેટના કારણે નાણા હોવા છતાં  ન ચુકવવાની માનસિકતા વાળા લોકો જ્યારે જાણી જોઇને લોનનું ચુકવણું ન કરે ત્યારે સમસ્યા વધે છે.

ડાયલ ’M’ ફોર માર્કેટ, મની કે મુકેશ ?

ડાયલ “એમ” ફોર માર્કેટ મની કે મુકેશ..?  બિકોઝ નાઉ જસ્ટ ડાયલ ઇઝ ફોર મુકેશ..! બિઝનેસ વર્લ્ડમાં રિલાયન્સે ફરી એકવાર નવા મુડીરોકાણ સાથે પોતાનું નેટવર્ક મજબુત કર્યું છે. ગુરૂવારે શેરબજારમાં કાંઇક એવો રિંગટોન આવ્યો કે જસ્ટડાયલનાં શેરમાં સીધો ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો અને શુક્રવારે તો રિલાયન્સે જાહેર પણ કરી દીધું કે રિલાયન્સ રિટેલ વેન્ચરે પ્રમોટર વી.વી.એસ. મણી પાસેથી 40.95 ટકા શેર 3497 કરોડ રૂપિયામાં ખરીદીને કંપનીનો કંટ્રોલ પોતાના હાથમાં લઇ લીધો છે. આ ઉપરાંત બજારમાંથી પણ શેર લઇને કંપની 66 ટકાથી વધારે હિસ્સા ઉપર કંટ્રોલ ધરાવશે. હવે રિલાયન્સને આ સોદામાં શું લાભ એની અટકળો ચાલી છે.

માર્કેટનાં અમુક વિશ્લેષકો કહે છે કે જસ્ટડાયલ પાસે બી-ટુ-બી સેગ્મેન્ટનો ત્રણ કરોડ થી વધારે લોકોના ડેટાબેઝ છે. જે ડોમેસ્ટિક ગ્રાહકો માટેનો સીધો સંપર્ક સેતુ પુરવાર થશે. જો કે અમુક લોકોનું માનવું છે કે ફેસબુક  તથા ગુગલ સાથે જ્યારે ગોઠવણ થઇ ચુકી છે ત્યારે જસ્ટ ડાયલની જરૂર શું હતી? તો શું જસ્ટ ડાયલને આનાથી લાભ થશે? એ તો શરૂ થઇ જ ગયો છૈ ચાર ટકાના ઉછાળા સાથે..! જો કે અમુક લોકો એવું પણ કહે છે કે સ્થાનિક બજારમાં અંતરિયાળ વિસ્તારોમાં પહોંચા માટે જસ્ટડાયલનો ડેટાબેઝ વધારે ઉપયોગી થશે.

જિયો માર્ટના બિઝનેસને પણ આનાથી મોટો લાભ થશે. ટેકનોપેકના એડવાઇઝરો માને છે કે સ્થાનિક ડેટાબેઝ હાથવગો થવો એ સોનાની ખાણ મળવા બરાબર છે. જો વ્યવસ્થિત ઉપયોગ થાય તો મોટા શહેરોથી નાના હેરોમાં જવાને બદલે નાના ગામો સુધી સીધા પહોંચી શકાશે. અહીં સુથાર, કડિયા કે વાળંદનો પણ નંબર મળી જાય છે. શેરધારકોને જણાવવાનું કે જસ્ટડાયલનો શેર એક વર્ષમાં 201 ટકા જેટલો વધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.