Abtak Media Google News

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાંથી ઉગરી અર્થતંત્રની ગાડીને ફરી પુરપાટ ઝડપે દોડાવી વૈશ્વિક અસર દૂર કરવા દરેક દેશ મથામણ કરી રહ્યાં છે. ભારતમાં પણ કેન્દ્રની મોદી સરકાર અને રિઝર્વ બેંકના સમન્વય નિર્ણયના કારણે અર્થતંત્ર કોરોનાની મહામારીમાંથી ઉગરી ઝડપભેર આગળ વધી રહ્યું છે. ત્યારે દેશની આર્થિક ગતિવિધિને વધુ બળ આપવા તેમજ બજારને ધબકતું રાખવા આજરોજ નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં મળેલી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની બેઠકમાં  લેવાયેલા કેટલાંક મહત્વના નિર્ણયો લેવાયા છે.

Advertisement

ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ દ્વારા કોરોના સારવારને કરમુક્ત કરવાની ભલામણનો જીએસટી કાઉન્સીલે કર્યો સ્વીકાર

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આપેલી પ્રાથમિક માહિતીમાં કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ટોસિલીઝુમેબ અને મેફોટેરીઝમના ઈંજેકશનોને જીએસટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કોરોનાની સારવારની ચાવીરૂપ દવાઓ અને સારવારના સાધનો પર પાંચ ટકાનો જીએસટી વસૂલવાને મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે કોરોનાની રસી પરનો જીએસટી દર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની સામેની ઉપલબ્ધ તમામ રસીઓ પર 5 ટકા જીએસટી દર વસુલવામાં આવી રહ્યો છે.

Nirmala Sitharaman Transparent Png Picture

GST કાઉન્સિલ દ્વારા લેવાયા મહત્વના નિર્ણયો

  • ઓક્સિમીટર અને વેન્ટિલેટર પર 5 ટકા GST લાગશે
  •  ટોસિલિઝૂમેબ અને એમ્ફોટેસિરન-B ઇન્જેક્શન પર GST માફ
  •  રેમડેસિવિર ઇન્જેક્શન પર હવે 5 ટકા GST લાગશે
  •  કોરોનાની બધી દવા પર 5 ટકા GST લાગશે
  •  એમ્બ્યુલન્સ પર 28 ટકાની જગ્યાએ 12 GST કરાયો,
  •  ઇલેક્ટ્રીક ભઠ્ઠી અને તાપમાન તપાસના સાધનો પર GST ઘટાડી 5 ટકા કરાયો
  •  GST કાઉન્સિલમાં લેવામાં આવેલા નિર્ણયો 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે

ઉલ્લેખનીય છે એ આ અગાઉ જીએસટી કાઉન્સીલની છેલ્લી બેઠક ગત 28 મે ના રોજ મળી હતી. જેમાં પીપીઈ કીટ અને માસ્ક અને રસી સહિત કોવિડ-19ને લગતી આવશ્યક ચીજો પર ટેકસ માફી આપવા ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ-જીઓએમ રચવા નિર્દેશ અપાયા હતા. આ જીઓએમ દ્વારા આજરોજ નાણામંત્રી નિર્મલા સીતારામનને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો. જેના પર જીએસટી કાઉન્સીલે મહોર લગાવી દીધી હતી.

ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ દ્વારા મેડિકલ ગ્રેડ, ઓક્સિજન ટ્રીટમેન્ટ ઈક્વીપમેન્ટ જેમ કે ક્ધસેટર્ન્સ, વેન્ટીલેટર, પીપીઈ કીટ, માસ્ક અને સર્જીકલ માસ્કને જીએસટીમાંથી મુક્તિ આપવા અંગે દરખાસ્ત કરાઈ હતી અને આ મુદ્દે આજરોજ બેઠકમાં જીએસટી કાઉન્સીલે હકારાત્મક અભિગમ દાખવી પ્રસ્તાવનો સ્વીકાર કરી નાના વેપારી ઉપરાંત મોટા ઉદ્યોગપતિ તેમજ મેડિકલ ક્ષેત્રે સંબંધીત લોકોને મોટી રાહત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.