Abtak Media Google News

માનવી જ્યારે પોતાની માનવતા ભૂલે છે ત્યારે કુદરત પણ રૂઠે છે

‘દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઇ ભગવાન કિતના બદલ ગયા ઇન્સાન’….

કવિ પ્રદિપ રચિત અને તેમણે જ ગાયેલા આ ગીતની પંક્તિઓ યાદ આવી જાય છે. એવું કહેવાય છે કે કલાકારોને સૂજી આવતુ હોય છે કે સંસારની આગામી પરિસ્થિતિનું ચિત્ર કેવું હશે ? આવું જ કંઇક ખંભાળિયાના કેટલાંક બનાવોમાં બન્યું છે. જે સાબિત કરે છે કે ઘોર કળિયુગ છે, અહીં કોઇ કોઇનું નથી સૌ સ્વાર્થના સગા છે. અને માનવી જ્યારે પોતાની માનવતા ભૂલે છે ત્યારે કુદરત પણ નારાજ થાય છે. એ વાત તો સાચી જ છે.

આ બનાવોમાં ખંભાળિયા જામનગર હાઇવે પર આવેલ (એસ્સાર) કાું ફરજ બજાવતા ઉંચ અધિકારીનું મોત થતા તેઓના અગ્નિ સંસ્કાર સમયે એક માત્ર તેમની યુવાન પુત્રીએ અગ્નિ સંસ્કાર કર્યા અને છેલ્લે આ યુવતી પિતાના અસ્થી રાખી અવાફ બની ચાલી ગઇ એક પણ અહિં રામનાથ સોસાયટીમાં રહેતા બ્રાહ્મણ પરિવારના માતા-પુત્ર પૈકી માતાનું મોત થવાથી માતાના છેલ્લા શ્વાસથી અંતિમ સંસ્કારમાં એકમાત્ર વિપ્ર યુવાન એકલો જ રહ્યો વિશાલની વિશાળ જ્ઞાતિ તથા વિશાળ સ્વજન પૈકી એક પણ સ્વજન અંતિમ રૂદન સમયે હૈયા ધારણ આપવામાં કોઇ આવ્યું નહિં.

તેવી જ રીતે અન્ય એક કિસ્સામાં શહેરના મધ્યભાગમાં રહેતા પાસંઠ વર્ષીય દંપતિનો ચાલીશ વર્ષનો યુવાન પુત્ર મોતને ભેંટ્યો ત્યારે આ વૃધ્ધ દંપતિ જ પુત્રના નશ્ર્વરદેહને લઇ સ્મશાને આવ્યા સ્મશાનના કર્મચારીના સહયોગથી આ દંપતિએ મૃતક પુત્રને ચિતાની ચાર પ્રદિક્ષિણા કરાવી વૃધ્ધ પિતાએ અગ્નિ સંસ્કાર કર્યા અને વૃધ્ધ માતાએ પુત્રના ચહેરા પર હાથ રાખી અરૂણ્ય રૂદન કર્યું. શિસ્તબધ્ધ માનવામાં આવતી જ્ઞાતિના એકપણ સ્વજન માતાને કાળજીના કટકાથી દૂર કરવા પણ ફરક્યા નહિં.

વધુ એક જીવંત દાખલા પ્રમાણે દરરોજ પચ્ચીસ-પચ્ચીસ લાશોને અગ્નિ સંસ્કાર કરનારા સ્મશાનના કર્મચારી જગદિશ સોલંકી કે તેઓ અઢી માસમાં એક હજારથી વધુ લાશોનો સ્પર્શ કરી અગ્નિ સંસ્કાર કર્યા છે. આ કર્મચારી આગળ પુરતી સવલત પણ નથી. ચોવીસ કલાક તૈનાત રહેનાર આ કર્મચારીને ચોવીસ કલાકની ડ્યુટીમાંથી બે ચાર કલાક રાહત આપનાર અન્ય કોઇ કર્મચારીની નિમણૂંક નથી તેમના બાળકો પણ નાના છે કે જે તમામ સ્મશાનમાં જ રહે છે જો કોરનાનો ચેપ સો ટકા અન્ય વ્યક્તિને સ્પર્શ કરતો જ હોય તો આ પરિવારના નાના-મોટા એક પણ સભ્યને 1 ટકો પણ પોઝીટીવ આવ્યો નથી ત્યારે એ માન્યતા માની શકાય કે કોરોનાના ચેપી રોગ બાબતે કોઇ ચોક્કસ માન્યતા નથી પણ આળસથી ટેવાયેલા અને “મારે શું” આ વાક્યથી ઘડાયેલા લોકોને તેમનું આળસ અને વૈમનસ્ય ઢાંકવા માટે જે બહાનું જોઇતુ હતું એવુ નક્કોર બહાનુ મળી ગયું.

“લાખો ઉપાયો શો કરે જ્યાં ધાર્યુ હરિનું થાય છે, સ્નેહી મટી વેેરી બને જ્યાં ભાવિ પલટાય છે” તે ઉક્તિ યથાર્થ સાબિત થઇ હોય તેમ લાગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.