Abtak Media Google News
  • દ્વારકામાં દિવાળી જેવો અદભૂત માહોલ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા ભારે થનગનાટ

Dwarka News

દ્વારકાધીશ જગતમંદિરના સ્વર્ગદ્વાર છપ્પનસીડી સમીપ આવેલી પવિત્ર ગોમતી નદીના તટ પર બુધવારે સંધ્યાકાળે જિલ્લા વહીવટીતંત્ર તથા દેવસ્થાન સમિતિ તેમજ સ્થાનીકોના સૌજન્યથી એક સાથે લાખો દિપ પ્રજવલિત કરી દીપ પ્રાગટ્યોત્સવ ઊજવાયો હતો.

Gomti Ghat Of Dwarka Was Lit Up With Five Lakh Lamps
Gomti Ghat of Dwarka was lit up with five lakh lamps
Gomti Ghat Of Dwarka Was Lit Up With Five Lakh Lamps
Gomti Ghat of Dwarka was lit up with five lakh lamps

બ્રાહમણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગોમતી માતાની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટર પંડયા, સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક તેમજ સંતો મહંતો અને અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનીકો જોડાયા હતા. આગામી તા.રપમીએ પ્રધાનમંત્રી મોદીની પ્રસ્તાવિત દ્વારકા બેટ દ્વારકા યાત્રા પૂર્વે દ્વારકામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે.

Gomti Ghat Of Dwarka Was Lit Up With Five Lakh Lamps
Gomti Ghat of Dwarka was lit up with five lakh lamps

યાત્રાધામ દ્વારકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન પૂર્વ બુધવારે  ગોમતીઘાટ પર ભવ્યાતિભવ્ય મહા આરતી અને 5 લાખ થી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા અને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન પહેલાથી જ દ્વારકામા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

Gomti Ghat Of Dwarka Was Lit Up With Five Lakh Lamps
Gomti Ghat of Dwarka was lit up with five lakh lamps

દ્વારકા માં  રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકા ખાતે દર્શનાર્થે અને બેટ દ્વારકા થી ઓખા ના નવનિર્મિત સિગ્નેચર બ્રિજ ના ઉદ્ઘાટન કરવામા આવનાર હોય ત્યારે સમગ્ર દ્વારકા નગરી માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ગઈકાલે દ્વારકા ના ગોમતીઘાટ પર મહા આરતી નુ આયોજન કરવા આવ્યું હતું જેમાં ગોમતીઘાટ પર ના તમામ 16 ઘાટો પર મહા આરતી નુ આયોજન ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વાપ્તિ કરવામાં આવ્યું હતું જેમા બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો અને યાત્રિકો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો સાથે જ ગોમતીઘાટ ના વિવિધ 16 સ્થળો એ 5 લાખ થી વધુ ઇલેટ્રિક દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા ત્યારે દ્વારકા ના ગોમતીઘાટ પર દિવ્યતા ભવ્યતા અને ભક્તિમય માહોલ વચ્ચે બ્રાહ્મણો દ્વારા મહા આરતી નુ ખૂબ સુંદર આયોજન કરાયુ હતુ આ મહાઆરતીમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક  દ્વારકા શહેર પ્રમુખ વિજય બુજડ, ગુગળી સમાજના પ્રમુખ યજ્ઞેશ વાયડા તથા મંત્રક્ષ કપીલ વાયડા રઘુવંશી અગ્રણી જે  365 દિવસ મહાઆરતી હાજર રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.