Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ઉ૫લેટા તાલુકામાં વરસાદની અછત વર્તાઇ રહી છે. તાલુકા આખાના કપાસ-મગફળી ના પાક ફેલ થવાની અણી ઉપર આવી ગયા છે. આ તાલુકામાં છેલ્લો વરસાદ અંદોાજે તા. ૨-૯-૧૮ના રોજ અમુક વિસ્તારમાં અને સાવ જુજ છુટાછવાયા ઝાપટા રુપે પડયો છે. છેલ્લા એક માસમાં આજ દિન સુધી એક પણ જગ્યાએ વરસાદનું ટીપુ પણ પડેલ નથી. જે સરકારશ્રીના ચોપડે પણ છે .

Advertisement

આ સમય ગાળો એવો છે કે જયારે કપાસ, મગફળી તથા અન્ય પાકોને વરસાદ પાણીની ખાસ જરુરીયાત હોય છે. પરંતુ આ સમયમાં અહ્ય તડકા પડેલ છે તો આ સમયમાં વરસાદ પાણી નહોવાથી પાકને પાણી ન મળવાથી ઉત્૫ાદનમાં પપ થી૬૦ ટકા જેટલી ઘટ આવે છે આ વાત કુષિ તજજ્ઞો તથા વૈજ્ઞાનીકોએ કહેલ છે એક બાજુ જગતના તાતની કુદરત પરીક્ષા કરી રહ્યો હોય તેમ મગફળીમાં સુકારો આવ્યો. અને એમા બાકી હતું.

તો એક અલગ પ્રકારનો વાયરસ પણ ઘણા ખરા વિસ્તારમા જોવા મળ્યો, વરસાદ પાણી ન મળવાથી કપાસનો પાકને પણ અસર જોવા મળી છે. અને ગુલાબી ઇયળો નો ઉપદ્રવ પણ બાકી નથી. આવી પરિસ્થિતિમાં ખેડુતોની હાલત ખરેખર ખુબ જ દયનીય થવા પામી છે  અને આવી પરિસ્થિતિમાં આપઘાતનું પ્રમાણ પણ વધી શકવાની શકયતાને નકારી શકાય એમ નથી. તો આ પરિસ્થિતિને ઘ્યાનમાં રાખી સરકાર તરફથી ઉપલેટા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરે તેવી માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.