Abtak Media Google News

ઓખા મંડળના સેજાના આંગણવાડી કાર્યકરો દ્વારા તેમની મુખ્ય સેવિકાઓના નેજા હેઠળ પોષણ માસ પૂર્ણાહુતી નિમિતે વિવિધ હરીફાઈઓ યોજવામાં આવી હતી.

આ પ્રસંગે ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર કુરમુરે, સ્થાનિક અગ્રણી ખેરાજભા કેર, માધવજી પરમાર, ઓખા મહિલા ઉધોગ મંડળ પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા તથા પત્રકાર મિત્રો અને હોદેદારો ઉપસ્થિત રહી આંગણવાડી મહિલા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હત અને અગ્રણીઓના હસ્તે હરીફાઈમાં વિજેતાઓને ઈનામો વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પધારેલા અગ્રણીઓએ વાલીઓને આંગણવાડીઓના વિકાસમાં વાલીઓએ ખાસ ધ્યાન આપવા વિનંતી કરી હતી અને બાળકોના સારા સ્વાસ્થ્ય માટે બાળકોને પોષણયુકત આહાર આપવા ખાસ અપીલ કરી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.