Abtak Media Google News

દરેક ગામ પંચાયતમાં ભેજ માપવાનું મશીન આપવામાં આવે જેથી ખેડુતોને પોતાનો માલ પાછો લઈ જવો ન પડે: સંઘનાં આગેવાનો અબતકની મુલાકાતે

૨૦૧૯નું વર્ષ એટલે સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિનું વર્ષ પ્રથમ તો આ વર્ષ ચોમાસું ખુબ મોડુ બેઠુ જેથી ખેડુતોને અનેકવાર બિયારણ ખાતર નિષ્ફળ ગયેલા, એટલે પ્રથમથી ખેડુતોને ખુબ જ નુકસાન થયેલ છે. તાજેતરમાં પડેલા માવઠાથી તૈયાર પાકો જેવા કે મગફળી, કપાસ વગેરે પલડી ગયેલા છે. પડેલા માવઠાનાં કારણે વાતાવરણમાં ખુબ જ ભેજ હોવાથી આ વર્ષ એ મગફળીમાં પણ ભેજનું પ્રમાણ વધારે હોવાથી ટેકાની ખરીદીમાં ૯૦ ટકા ખેડુતોનો માલ ભેજને હિસાબે પાછો જાય છે તો ભારતીય કિસાન સંઘ રાજકોટ સરકારને રજુઆત કરે છે કે ખેડુતોને આવા મુશ્કેલીનાં સમયમાં ટેકાની ખરીદીમાં ભેજ ૮ ટકા છે. તેમાં માત્ર ૨ ટકાની જ રાહત તાત્કાલિક આપવામાં આવે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 6

ભેજનાં ૮ ટકાનાં ધોરણનાં કારણે ખેડુતોનો માલ પાછો પોતાના ગામે લઈ જવો પડે છે, જેના કારણે વાહન ભાડુ બેવડુ ચુકવવું પડે છે અને મજુરી પણ લાગે છે. તેમજ ખેડુતનો સમય પણ બગડે છે. ભેજનાં કારણે ખેડુતોને જે મુશ્કેલીઓ પડી રહી છે તે માટે સરકાર તરફથી દરેક ગામ પંચાયતમાં ભેજ માપવાનું મશીન આપવામાં આવે તો ખેડુતો પોતાનો માલ ભેજ માપીને આવે જેથી કરીને ખેડુતોને તેમનો માલ પાછો ન લઈ જવો પડે. ખેતીપ્રધાન દેશમાં ખેડુતોને આવા મુશ્કેલીનાં સમયમાં ભેજમાં માત્ર ૨ ટકાની જ રાહત તાત્કાલિક આપવા કિસાન સંઘની મુખ્ય માંગણી છે. ઉપરોકત માંગણીઓનો ઉકેલ ટુંક સમયમાં સંતોષકારક આવે તો ખેડુતોએ ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવો પડશે તેવી પણ ચીમકી આપી છે. આ માંગણી મુદે કિસાન સંઘનાં આગેવાનોએ અબતકની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.