Abtak Media Google News

જસદણ વિંછીયા પંથકના મોટાભાગના ગામડાઓમાં નર્મદાનાનીર પૂરતા ન મળવાને અને ભૂગર્ભ તળ નીચે જવાને કારણે ગામડાઓમાં પાણીનો બોકાસો બોલી રહ્યો છે.

Advertisement

ઉનાળાના આખરી દિવસોમાં સખત ગરમીને કારણે લોકોને પાણીની જ‚રીયાત વધતા ગામડાઓમાં ગ્રામ્યજનોને ફકત એક બેઠા પાણી માટે અહી તહી રઝળપાટ કરવી પડી રહે છે. જસદણમાં પાંચ દિવસે માંડ માંડ પાણી મળી રહ્યું છે.

ત્યારે ગામડાઓમાં પાંચ દિવસથી માંડી પંદર દિવસે લોકોને પાણી મળી રહ્યું છે. તેમણે પાણી મેળવવા રીતસર ભાઈસાબ બાપા કહેવું પડી રહ્યું હોવા છતા નેતાઓ આ બાબતે લખાઈ છુપાઈ ગયા છે.

સરકારી ચોપડે નર્મદાના નીરની યોજના અંગે દરેક ફાઈલો કીલીયર છે. પરંતુ વગદાર રાજકારણીઓ વચ્ચે ગજવા ભરવા કુંદકા મારતા હોવાથી લાખો કરોડો ‚પીયાની ગેરરીતિ થઈ રહી છે.

તેથી જ સમયસર લોકોને પાણી મળતુ નથી આમેય જસદણ વિંછીયા પંથકમાં પ્રજાના વિવિધ ટેકસ‚પે ભરાતા નાણા સરકારી બાબુઓ અને રાજકારણીઓ ખાઈ તગડા બની ગયા છે. ત્યારે જસદણ વિંછીયાના લોકોને પૂરતુ અને સમયસર પાણી આપે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.