Abtak Media Google News

મંદિર નિર્માણથી લઈને અત્યાર સુધી તમામ ફાઇલ ને સ્કેન ફાઇલો કરાઈ

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર તેના સ્થાવર જંગમ મિલકતના દસ્તાવેજો ટ્રસ્ટના પ્રારંભથી અત્યાર સુધી ની મીટીંગો અને ઠરાવો લીગલ સેકસન, વહીવટી સેકસન, મંદિર વિભાગ સહિતના સ્થાનિક ટ્રસ્ટ ઓફિસના રેકોર્ડ ફોટોગ્રાફસો પર્વો ઉતસ્વો વિગતોને વરસ વાર કપડાના પોટલાંઓ અને કબાટોમાંથી મેકેનીકલ ઈમેજ સ્કેન કરી લગભગ ૭૦ વરસના ઇતિહાસ થયેલ કામગીરી ને ડીઝીટલ કોમ્પ્યુટરરાઇઝડ કરવામાં આવી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ના જણાવ્યા અનુસાર આ અગાઉ  આબોહવા તેમજ રેકોર્ડ જજરીત અને જીર્ણ થવાને આરે હતો જે આધુનિક સુવિધા ને કારણે આ વિશાળ રેકોર્ડોને સ્કેન કરી કોમ્પ્યુટર મા સમાવેશ કરવામાં આવ્યો છે જેથી જ્યારે સોમનાથ ટ્રસ્ટ હસ્તક કોઈપણ ડીપાર્ટમેન્ટ સોમનાથ ટ્રસ્ટ ને લઈને કોઈ માહિતી જોતી હોઇ તો તે સર્વર તૈયાર કર્યો બાદ તાત્કાલિક મળી જશે આ કામગીરી માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ ડીપાર્ટમેન્ટ જેવા કે એકાઉન્ટ એસ્ટેટ સીવીલ લીગલ, પર્સનલ, સ્ટોર, ટેમ્પલ, તેમજ લાઇબ્રેરી મા રહેલાં તમામ ફોટ ગ્રાફ ને સ્કેન કરવા માટે પત્ર લખી ને જાણ કરવામાં આવી હતી આ કામગીરી હાલમાં પુર્ણ થયેલ છે અને હાર્ડ ડીસ મા સમાવેશ કરવામાં આવ્યો છે જે સર્વ સાથે જોડવામાં આવે છે જેથી સોમનાથ ટ્રસ્ટ ને જ્યારે જરૃરી પડે છે ત્યારે ઉપયોગ મા લઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.