Abtak Media Google News

આઠેક વર્ષ પહેલા શહેરમાં રર જેટલી સીટી બસ દોડતી હતી, અનેક રજુઆતો છતાં પરિણામ શુન્ય….

સુરેન્દ્રનગર-વઢવાણ, રતનપર, જોરાવરનગર જોડિયા શહેરો માટે સિટી બસ શરૂ કરવાની ૪ લાખ શહેરીજનોની લાંબા સમયથી માંગ છે. ત્યારે છેલ્લા અનેક વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ સિટી બસ શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે જેમાં ખાસ કરીને ાં છેલ્લા આઠ વર્ષથી સીટી બસ બંધ હાલતમાં છે ત્યારે અગા શહેરી વિસ્તારોમાં જવા-આવવા માટે  બસ શરૂ કરવામાં આવી હતી પરંતુ પ્રશાસન વિભાગ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ સીટી બસ બંધ કરવામાં આવતા જિલ્લા વાસીઓને શહેરી વિસ્તારોમાં જવા-આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં  સાડા ચાર લાખ સુધી આંબી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે અંતર પણ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે જોરાવરનગર રતનપરની અને આજુબાજુના શહેરી વિસ્તારમાંનો કિલોમીટર ગણવામાં આવે તો આઠ કિલોમીટર માં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર માં ફેલાયેલો છે.

પરંતુ ૨૦૧૨ની સાલમાં આ અરકાન સીટી બસ બંધ કરી દેવામાં આવતા શહેરી વિસ્તારોમાં આવા જવા માટે જિલ્લા વાસીઓને ખાનગી વાહનોનો સહારો લેવા માટે મજબૂર બની રહેવું પડી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં આ બાબતે અનેક વખત જિલ્લાવાસીઓ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યા હતા જેમાં ૨૦૧૪ ની સાલમાં જિલ્લા પ્રશાસન વિભાગની કચેરી સામે જનકલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સાત દિવસ માટે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યા હતા ત્યારે પ્રશાસન વિભાગે ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં સિટી બસ શરૂ કરવામાં આવશે તે છતાં પણ આજકાલ તેના છ વર્ષ જેટલો સમયગાળો વીતી ગયા હોવા છતાં પણ હજુ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ સીટી બસની રાહ જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.