Abtak Media Google News

ઝાકળવર્ષાના કારણે રાજમાર્ગો પર ભીનાશ: ઠંડકનો અનુભવ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે  ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. ઝાકળવર્ષાના કારણે  વાતાવરણ આહલાદક બની ગયું હતુ. સવારના સુમારે  ગુલાબી ઠંડીનો  અનુભવ થયો હતો.  ઝાકળના કારણે   રાજમાર્ગો પર ભીનાશ  જોવા મળી હતી.

આજે વહેલી સવારે   પાંચ વાગ્યાના  સુમારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગાઢ ધુમ્મસનું આવરણ છવાયું હતુ.

હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતુ. બે દિવસ પૂર્વે સવારે મોડે મોડે ઝાકળ વર્ષા થવા પામી હતી. દરમિયાન આજે વહેલી સવારે ઝાકળ પડી હતી.

વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારે ઠંડકનો અનુભવ થતો હતો આજે લઘુતમ તાપમાન  પણ બે ડિગ્રી સુધી નીચે પટકાયું હતુ.

બપોરના સમયે ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યા છે. સવારે અને રાત્રે ઠંડા પવનો ફૂંકાય રહ્યા છે. જેના કારણે  મિશ્ર ઋુમાં રોગચાળાએ પણ માથુ ઉંચકયું છે.આવતીકાલે પણ ઝાકળ વર્ષા થવાની સંભાવના હવામાન વિભાગના  સુત્રો દ્વારા  વ્યકત કરવામાં આવી છે.

અમરેલી પંથકમાં ભૂકંપનો આંચકો

સવારે 9:06 કલાકે 3.1ની તિવ્રતાનો ભુકંપ: કેન્દ્ર બિંદુ અમરેલીથી 44 કિ.મી. દુર નોંધાયુ

સૌરાષ્ટ્રની ધરા ફરી ધ્રુજી છે. આજે સવારે અમરેલી પંથકમાં 9:06ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. લોકો ભયના માર્યા પોતાના ઘરની બહાર નિકળી ગયા હતાં. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 44 કિ.મી. દુર નોંધાયુ હતું.

સૌરાષ્ટ્રમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. આજે સવારે અમરેલી પંથકની ધરા ફરી ધ્રુજી ઉઠી હતી. સવારે 3.1 તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. લોકોમાં ભયનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.