Abtak Media Google News

જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન અશોકલાલ ત્રીજી વખત બિન હરીફ

જામનગર જિલ્લાના સહકારી ક્ષેત્રમાં નલાલથ બંધુઓએ જમાવટ કરી છે. જિલ્લા સહકારી બેંકમાં પૂર્વ ચેરમેન અશોકભાઈ લાલ ત્રીજી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. અશોકભાઈ સહિત ત્રણ ઉમેદવાર બિનહરીફ થયા છે. બેંકનાં ચેરમેન પદે પણ અશોકભાઈ પૂન: રીપીટ થાય તેવી શકયતા છે. બીજી તરફ જામનગર જિલ્લા સહકારી સંઘમાં પણ નલાલથ પરિવારે દબદબો જાળવી રાખ્યો છે. સંઘમાં જીતુભાઈ લાલ સહિત ૯ ઉમેદવારો બિન હરીફ થયા છે.

અત્રે એ યાદ આપીએ અશોકભાઈ અને જીતુભાઈ લાલના પિતા સ્વ. હરિદાસલાલ જિલ્લાનાં રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા તેમણે રાજયના મંત્રી તરીકે પણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રાજયની જનતાની સેવા કરી હતી. સ્વ. હરિદાસ લાલના પુત્રોએ પણ પિતાનો રાજકીય વારસો જાળવી રાખ્યો છે. અને બંને જિલ્લાનાં સહકારી ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. જિલ્લાના સહકારી ક્ષેત્રમાં પિતા બાદ પુત્રોએ વારસા જાળવી રાખ્યો છે.

જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન અશોકભાઇ લાલ સતત ત્રીજી વખત બિનહરીફ થયા છે જિલ્લા બેંકની ત્રણ બેઠકો બિનહરીફ થઇ છે. ચુંટણી તા.૧૩ જાન્યુઆરીએ યોજાશે. જામનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની ચૂંટણી આગામી ૧૩મી જાન્યુઆરીએ યોજાવા જઇ રહી છે, અને આ પ્રતિષ્ઠા ભર્યા જંગ માં અનેક અગ્રણીઓએ ઉમેદવારી કરી છે, ત્યારે જામનગર જિલ્લાના લાલપુરની વધુ એક બેઠક બિનહરિફ થઈ છે, અને ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ લાલ સતત ત્રીજી વખત બિનહરીફ જાહેર થયા છે. જિલ્લામાં કુલ ત્રણ બેઠકો બિનહરીફ થઇ ચૂકી છે.

Img 20210101 Wa0010

જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકની ચૂંટણીનું મતદાન આગામી ૧૩મી જાન્યુઆરીના દિવસે યોજાશે જઇ રહ્યું છે, અને જામનગર શહેર અને જિલ્લાના રાજકીય તેમજ સહકારી ક્ષેત્રના અનેક અગ્રણીઓએ આ જંગમાં ઝુકાવ્યું છે, ડિસ્ટ્રીક બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ લાલ કે જેઓએ લાલપુર ખેડૂતો ની મંડળીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે તેમની સામેના પ્રતિસ્પર્ધી ઉમેદવાર અમૃતલાલ ફળદુએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતાં લાલપુરની બેઠક બિનહરિફ થઈ છે,  પૂર્વ ચેરમેન અશોકભાઈ લાલ કે જેઓ ડીસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકની ચૂંટણીમાં સતત ત્રીજી વખત બિનહરીફ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા દ્વારકાની અને કલ્યાણપુર ની એક-એક બેઠક પણ બિનહરીફ થઇ છે, જ્યારે બાકીની બેઠકોનું કોનો આગામી ૧૩મી જાન્યુઆરીએ મતદાન યોજાશે. હજુ ઉમેદવારી પત્ર પાછો ખેંચવાની ૧ જાન્યુઆરી સુધીની મુદત છે. આવતીકાલે તેની મુદત પૂર્ણ થયા પછી ઉમેદવારોની આખી આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. જામનગરના પૂર્વ પોલીસ કર્મચારી અને ગુજસીટોકના આરોપી વશરામભાઈ મિયાત્રા પણ આ ચૂંટણી જંગમાં ઉમેદવાર તરીકે રહ્યા છે, અને તેઓ આવતીકાલ સુધી ફોર્મ પરત ના ખેંચે તો જેલમાંથી ચૂંટણીજંગ લડશે.

જિલ્લા સંઘમાં જીતુભાઇ લાલ સહિત ૯ બિન હરીફ

Img 20210101 Wa0013 1

જામનગર જિલ્લા સહકારી સંઘની ડાયરેક્ટર પદ માટેની ૧ર બેઠકોની ચૂંટણી આગામી બીજી જાન્યુઆરીના દિને યોજાવા જઇ રહી છે, જેમાં લોહાણા સમાજના પ્રમુખ અને વેપારી અગ્રણી જીતુભાઇ લાલ સહિત ૯ બેઠક બિનહરીફ જાહેર થઇ છે, જ્યારે અન્ય ત્રણ બેઠકો પર બીજી તારીખે ચૂંટણી યોજાશે. જામનગર જિલ્લા સહકારી સંઘના બાર ડાયરેક્ટર પદ માટેની આગામી બીજી જાન્યુઆરીએ ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં ઉમેદવારીપત્રો પરત ખેંચવાની પ્રક્રિયાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે, અને જામનગર લોહાણા જ્ઞાતિના પ્રમુખ તેમજ વેપારી અગ્રણી જીતુભાઇ લાલ સહિત ૯ ડાયરેક્ટરો બિનહરીફ જાહેર થયા છે. જોડિયા- ધ્રોલ તેમજ વ્યક્તિગત સીટ પર બે-બે ઉમેદવાર સામસામે રહ્યા હોવાથી બાકીની ત્રણ બેઠકો માટેની બીજી જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે. અને તેમા વિજેતા થયા પછી આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.

ઉમેદવારનું નિધન થતા બેંકની ચાર બેઠકની ચૂંટણી મુલતવી

જામનગર જિલ્લાના સહકારી અગ્રણી અને ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકની કાલાવડ ની બેઠક સહિત જુદી-જુદી ચાર બેઠકો ઉપરથી ઉમેદવારી કરનારા પૂર્વ ડાયરેક્ટર દિલીપભાઈ નથવાણીનું અકાળે નિધન થતાં ચાર બેઠકોની ચૂંટણી મુલતવી રહેશે.જામનગર જિલ્લાના કાલાવડ ના વતની અને સહકારી ક્ષેત્ર ના અગ્રણી તેમજ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના પૂર્વ ચેરમેન એવા રઘુવંશી સમાજના દિલીપભાઈ નથવાણી નું ગઈકાલે અકાળે અવસાન થયું હતું. જેઓ કોરોના સંક્રમિત બની ગયા પછી પોતાના ઘેર આરામ પર હતા. જે દરમિયાન તેઓનું નિધન થયું છે. જેમણે ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની કાલાવડની મંડળી માથી ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત સી. વિભાગ, ડી. વિભાગ અને ઇ. વિભાગમાંથી પણ ઉમેદવારી નોંધાવી હતી. જે ચારેય બેઠકોની ચૂંટણી જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મોકૂફ રાખવામાં આવી છે, અને આગામી દિવસોમાં  ઉપરોક્ત ચાર બેઠકોની ચૂંટણી ની પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.