Abtak Media Google News

 

અબતક,જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ

લોધીકા તાલુકા ના મેટોડા જીઆઇડીસી મા કારખાનેદાર પાસે થી વિજ કનેક્શન ટ્રાન્સફર કરવા રુ.પચાસ હજાર ની લાંચ લેનારા પીજીવીસીએલ ના નાયબ ઇજનેર સરદારસિહ દિલાવરસિહ ઝાલા તથા લાઇનમેન જશવંત ડામોર ને અત્રે ની સેસન્સ કોર્ટે કસુરવાન ઠેરાવી ત્રણ વર્ષ ની કેદ તથા રુ.દશ હજાર નો દંડ ફટકારતી સજા નો હુકમ ફરમાવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જાન્યુ.2012 મા રાજકોટ રહેતા અને મેટોડા કારખાનુ ધરાવતા કુણાલભાઇ પાટડીયા એ કારખાના નુ વેચાણ કર્યુ હોય પોતાના પિતા ના નામ નુ વિજ કનેક્શન ટ્રાન્સફર કરાવવુ હોય મેટોડા પીજીવીસીએલ કચેરી મા રજૂઆત કરી હતી.જે અંગે નાયબ ઇજનેર સરદારસિહ ઝાલાએ રુ.અઢીલાખ ની લાંચ માંગતા રકજક ના અંતે રુ.પચાસ હજાર આપવા નુ નક્કી થયુ
હતુ.

દરમ્યાન કારખાનેદાર કુણાલભાઇ પાટડીયા એ રાજકોટ એસીબી પોલીસ મા લાંચ અંગે ફરિયાદ કરતા પીઆઇ.દોશી એ તા.6/1/12 ના છટકુ ગોઠવતા નાયબ ઇજનેર સરદારસિહ ઝાલા વતી લાઇનમેન જશવંત ડામોરે લાંચ સ્વીકારતા જડપી લઇ બન્ને વિરુધ લાંચ રુશવત ધારા હેઠળ કાયઁવાહી કરી બાદ મા કોટઁ મા ચાર્જ સીટ રજુ કરતા ચકચારી લાંચ પ્રકરણ નો કેસ અત્રે ની સેસન્સ કોર્ટ મા ચાલી જતા સરકાર પક્ષે એડવોકેટ ઘનશ્યામભાઇ ડોબરીયા એ સાત જેટલા સાહેદો ને તપાસી દસ્તાવેજી પુરાવા રજુ કરતા નાયબ ઇજનેર સરદારસિહ ઝાલા તથા લાઇનમેન જશવંત ડામોર ને ત્રણ વર્ષ ની કેદ તથા રુ.દશ હજાર ના દંડ ની સજા ફરમાવતો હુકમ એડી.સેસન્સ જજ આર.પી.એસ.રાઘવે ફરમાવ્યો હતો.આ કામ મા સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ ઘનશ્યામભાઇ ડોબરીયા રોકાયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.