Abtak Media Google News

સોમવારથી શહેરમાં વન ડે વન વોર્ડ સફાઇ ઝુંબેશ

વન ડે ટુ વોર્ડ સફાઈ ઝુંબેશ તથા આજી શુદ્ધિકરણ અંતર્ગત આજી નદી સ્વચ્છતા અભિયાન માટે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સેનિટેશન કમીટીના ચેરમેન આશિષભાઈ વાગડિયા દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

Advertisement

આગામી તા.૨૯ના રોજ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી આજીડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરનાર છે. જેના અનુસંધાને શહેર સ્વચ્છ અને સુંદર બને તે માટે તા.૧૯ જુનથી ૨૮ જુન ૨૦૧૭ દરમિયાન વન ડે ટુ વોર્ડ શહેરની સફાઈ ઝુંબેશ તથા આજી નદી શુદ્ધિકરણ અંતર્ગત તા.૨૪ના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં તંત્રની સાથે જનસહયોગ દ્વારા ઝુંબેશ સ્વરૂપે સ્વચ્છતા અભિયાન કરવામાં આવશે.

આજી નદી શુદ્ધિકરણ અંતર્ગત આજી નદીને ૧૧ કિ.મી. પટ્ટાના સ્વચ્છતા અભિયાન માટે શહેરની સામાજિક, શૈક્ષણિક, એશોસિએશન, તેમજ જુદા-જુદા મંડળ, ટ્રસ્ટ, વિગેરે સાથે મીટિંગનું આયોજન કરવામાં આવેલ. આ મીટીંગમાં આજી નદીના સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન, અન્નદાન, તથા સાધન સામગ્રી યોગદાન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી.આ મીટીંગમાં સરગમ ક્લબ, સ્વામીનારાયણ ગુરુકુળ, ઇઅઙજ, પુરુષાર્થ યુવક મંડળ, માનવ કલ્યાણ ટ્રસ્ટ, બ્રમ્હા કુમારી સંસ્થા, આર્ટ ઓફ લીવીંગ, ગઈઈ ગ્રુપ, જીનીયસ સ્કુલ, સ્માર્ટ સિટી મિશન ટ્રસ્ટ, ક્રાંતિ માનવ ટ્રસ્ટ, બિલ્ડર એશોસિએશન, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ, જલારામ સેવા સમિતિ, લાયન્સ ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર, યુવી ક્લબ, રાજકોટ મર્ચન્ટ એશોસિએશન, લોહાણા યુવક મંડળ, દર્શન કોલેજ, પી.વી.મોદી સ્કુલ, એચ.એન.શુકલા કોલેજ, જય સરદાર, વિગેરેના હોદ્દેદારઓ ઉપસ્થિત રહેલ.

શ્રમદાનમાંતમામ સંસ્થાઓ દ્વારા સફાઈ અભિયાન માટે યોગદાન આપશે તેમજ અન્નદાનમાં ઘણી સંસ્થા દ્વારા ચા, નાસ્તો, ભોજન, પાણી વિગેરે સેવા પૂરી પડશે. આ ઉપરાંત સાધન-સામગ્રી માટે પણ સંસ્થા દ્વારા જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર, વિગેરે આપવા પણ સહમતી આપેલ છે.

આજી નદી સ્વચ્છતા અભિયાન માટે તંત્રની સાથે જનભાગીદારીના સહયોગથી હજારોની સંખ્યામાં લોકો જોડાય આ અભિયાનને બળ પુરું પાડશે, અને આ આયોજન સફળ બનશે. તે માટે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સેનિટેશન કમીટીના ચેરમેન આશિષભાઈ વાગડિયાના માર્ગદર્શન હેઠળ સબંધક વિભાગ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.