Abtak Media Google News

એકેડમીના ૯૮ વિર્દ્યાથીઓને ફ્રી સ્ટાઇલ સહિતના ડાન્સ મુવનો માસ્ટર ક્લાસ લેશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્કીલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે ગ્લોબલ સ્કીલ એકેડમી કાર્યરત છે. જે અંતર્ગત રાજકોટના લોકો ડાન્સની વિવિધ સ્ટાઇલી પરિચિત થાય અને ઉત્તમકોટીના ડાન્સર બની શકે તે માટે નૃત્યકલ ક્ષેત્રના દિગજ્જ ધર્મેશ ડી ગ્લોબલ સ્કીલ અકેડમીના વિર્ધાીઓને ડાન્સ શીખવવા રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. જે પૂર્વે તેઓ પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં ગ્લોબલ સ્કીલ એકેડમીના ફાઉન્ડર ડિરેક્ટર ડો.મેહુલ રૂપાણી અને શગુણ વણઝારા પણ હાજર રહયા હતા.Vlcsnap 2018 10 04 14H09M19S244

અબતક સોની વાતચીતમાં ધર્મેશ ડીએ જણાવ્યું હતુકે ડાન્સ માં ઘણી તકો છે હાલ રીયાલીટી શો પણ થતાં રહે છે તેથી લોકો નું ટેલેન્ટ વધુ સારી રીતે બહાર આવે છે અને તેઓને એક પ્લેટફોર્મ મળી રહે તે સતત પ્રયત્નો અને ધગસઈ આગળ વધતા રહેવું જોઈ એ તે પણ ૧૮ વર્ષના પ્રયત્નો પછી સફળતા મેળવી છે તે હાલમાં રીયાલીટી શોમાં ભારતીય સન્સ્કૃતિને ઉજાગર કરતા ડાન્સ ગ્રુપ આવી રરહ્યા છે પરંતુ ભારતીય નૃત્ય કરવા માટે નિપુણતાની જરૂર છે આ ડાન્સ ફોર્મ કોઈ પણ વ્યક્તિ કરી શકતા નથી. બોલીવુડ ના ડાન્સ શીખવવા માટે ખુબ ઓછા સમયની જરૂર પડે છે ત્યરે ભરત નાતીય્મ અને કથક જેવા ડાન્સ શીખવાન માટે ૫ વર્ષ થઈ વધારાનો સમય લાગે છે

વધુમાં તેઓ એ જણાવ્યું હતુકે કોરિયોગ્રાફર ને ખુબજ મોટી જવાબદારી હોઈ છે કારણકે વિર્દ્યાથીઓને સીખડવામાટે સતત અપડેટ રેવું પડે છે અને કોરિયોગ્રાફર પર પુરા ગ્રુપની જવાબદારી હોઈ છે તેવું નથી કે પાતળા લોકો જ ડાન્સ કરી શકે આવી મનોકાક્ષાદુર કરવા જ અમે એનીબડીકેન ડાન્સ ફિલ્મ બનાવી હતી તેનો મુખ્ય ઉદેશ બધા લોકો ડાન્સ કરી શકે તે હતો.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટનું ટેલેન્ટ ખૂબ જ સારું છે વિર્દ્યાથીઓને કઇ રીતે આગળ વધવુ એ તેમના હાથમાં છે. હું મારી પોતાની વાત કરું તો છેલ્લા ૧૮ વર્ષથી ડાન્સ કરતો આવું છું ત્યારબાદ મને સફળતા મળી છે.રાજકોટમાં મારી એકેડેમીના ૩ ટીચર્સ વિર્દ્યાથીઓને ડાન્સ શીખવવા આવ્યા છે આજે હું પોતે ગ્લોબલ સ્કુલ એકેડેમીના ૯૮ વિર્દ્યાથીઓને ફ્રી સ્ટાઇલ સહિતના ડાન્સ શીખવવા નો છુ તેમજ તાલીર્માથીઓને ડાન્સ ની અવનવી બાબતોથી પરિચિત કરાવીશ હાલના આધુનિક સ્ટાઇલ નું જ્ઞાન પણ આપીશ તેમજ તાલીર્માથીઓ ડાન્સમાં પાવરધા બને અને પ્રોફેશનલી ડાન્સ કઈ રીતે કરવો તે માટે ક્લાસ લઈશ.

વધુમાં તેઓ એ જ્નાવ્વ્યું હતુકે રીયાલીટી શો જેમ જેમ વધુ થાય તે ખુબ જ સારી બાબત છે હાલમાં ભારતના ઘણા બધા રીયાલીટી શોમાં રાજકોટના અનેક ડાન્સ ના ગ્રુપો જોવા મળે છે.ફક્ત રાજકોટ કે ગુજરાત નહી પરંતુ સમગ્ર ભારત ભરમાં ડાન્સ માટે ઉજવળ તક પ્રાપ્ત થાય તે માટે રીયાલીટી શો વધુને વધુ યોજાઈ તે જરૂરી છે.

ગ્લોબલ સ્કીલ એકડેમી ના ડીરેક્ટર ડો.મેહુલ રુપાણી એ જણાવ્યું હતુકે આગમી ૨૦ ઓક્ટોબરે ગ્લોબલ સ્કીલ એકેડેમીનો પ્રથમ તબક્કો પૂરો થવા જઈ રહ્યો છે.આવતા મહિનેથી રાજકોટમાં ગ્લોબલ સ્કીલ એકેડેમીના ૯૮ વિર્દ્યાથીઓ લાઇવ શો શરુ કરવામાં આવશે તેમજ રાજકોટના વિર્દ્યાથીઓ ચાઇનીસભાષા પર પ્રભુત્વ મેળવી શકે તે માટે ગ્લોબલ સ્કીલ એકેડેમી દ્વારા ફક્ત ૩૦૦ રૂપિયામાં ચાઇનીસ ભાષા શીખવવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.