Abtak Media Google News

ધંધા રોજગાર બંધ રાખવાથી મહામારી ધટશે? પ્રજાજનોનો સવાલ

સુરેન્દ્રનગરમાં ૩૧ જુલાઇ સુધી સવારે ૭ થી સાંજે ૪ વાગ્યા દરમ્યાન ધંધા રોજગાર બંધ રાખવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હોવા છતાં પ્રજાજનો બહાર નીકળતા જોવા મળે છે તેમ છતાં તંત્ર આ બાબતે નિષ્કીય છે માત્ર ધંધો રોજગાર જ બંધ રાખવાથી શું મહામારી ઘટવાની છે? જેવા સવાલો પ્રજાજનોમાં ઉઠાય છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના વાયરસના ના પોઝિટિવ કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૯૯ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા કેસના પગલે જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા તારીખ ૩૧ જુલાઈ સુધી ફરજિયાત પણે સુરેન્દ્રનગર જિલ્લાની બજારો સવારે ૭ થી સાંજે ચાર વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે જાહેરનામું બહાર પાડીને સૂચનાઓ આપવામાં આવી છે..

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની બજારો સાંજે ચાર વાગ્યા બાદ બંધ હાલતમાં જોવા મળી રહી છે વઢવાણ લીંબડી ધાંગધ્રા ની બજારોમાં પણ આ જાહેરનામુ લાગુ કરવામાં આવ્યું છે આ બજારો પણ સાંજે ચાર વાગ્યે ફરજિયાત બંધ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે ખાસ કરી આજે આ જાહેરનામાનો ત્રીજો દિવસ છે અને જિલ્લાની બજારો ત્રણ દિવસથી ચાર વાગ્યા સજજડ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે બજારો બંધ હોવા છતાં પણ હજુ સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં લોકો કામ વગર ચાર વાગ્યા બાદ પણ ઘરની બહાર બજારોમાં લટાર મારતા જોવા મળે છે ધંધા રોજગાર બંધ રાખવાથી મહામારી ઘટશે? બજાર બંધ હોવા છતાં પણ ચાર વાગ્યા બાદ જીલ્લામાં લટાર મારવા નીકળતા લોકોથી શું કોરોના સંક્રમણ નહી ફેલાઇ જેવા અનેક પ્રકારના સવાલો પ્રજાજનોમાં ઉઠી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.