Abtak Media Google News

ક્ધટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા એવા વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ ઘરે જ પુરી પડાશે

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના તપોવન શાળા વિસ્તારમાં, વાણીયા શેરી વિસ્તારમાં અને ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં તથા દસાડા તાલુકાના આલમપુર ગામમાં અને મુળી તાલુકાના સોમાસર ગામમાં તેમજ સુરેન્દ્રનગર- દુધરેજ નગરપાલિકાના રતનપરની જંબુદિપ સોસાયટીમાં, તનમીલ પાર્ક વિસ્તારમાં, સત્યમ પાર્ક આશાપુરા મંદિર પાસે, ૧૭- વિવેકાનંદ સોસાયટી-૪માં, દાળમીલ રોડ પર વાઘેશ્વરી સોસાયટીમાં, હરશક્તિ સોસાયટીમાં, ભક્તિનંદન શેરી નં.૨ માં, કુંતુનાથ દેરાસર સામે તક્ષશિલા પાર્કમાં, કામનાથ મહાદેવ મંદિર પાછળ વર્ધમાન નગરમાં, પ્રજાપતિ પાર્કમાં અને બાલાશ્રમ પાછળ જુના કેમ્પ એસ.પી.પાસેના વિસ્તારમાં નોવેલ કોરોના વાયરસ  કોવિડ-૧૯નો એક-એક પોઝિટિવ કેસ આવતા વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા સુરેન્દ્રનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ કે.રાજેશ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે કોવિડ-૧૯ના સોળ કેસ જયાં મળી આવેલ છે તે ધ્રાંગધ્રાના તપોવન શાળા વિસ્તારના ૩ ઘરોની ૧૦ ની વસ્તીના વિસ્તારને, વાણીયા શેરીના ૨ ઘરોની ૯ ની વસ્તીના વિસ્તારને અને ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ૧ ઘરની ૧૧ ની વસ્તીને તથા દસાડા તાલુકાના આલમપુરા ગામના વણકર વાસ વિસ્તારના ૧૫ ઘરોની ૭૮ ની વસ્તીના વિસ્તારને અને મુળી તાલુકાના સોમાસર ગામના રામજી મંદિર શેરીના ૧૦ ઘરોની ૪૫ ની વસ્તીના વિસ્તારને તેમજ સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારના ૨ ઘરોની ૧૧ ની વસ્તીના વિસ્તારને,સત્યમ પાર્કના ૩ ઘરોની ૧૧ ની વસ્તીના વિસ્તારને, ૧૭ વિવેકાનંદના ૧ ઘરની વસ્તીને, વાઘેશ્વરી સોસાયટીના ૧ ઘરની વસ્તીને કોરોનાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. હરશક્તિ સોસાયટીના ૨ ઘરોની ૧૦ ની વસ્તીના વિસ્તારને, ભક્તિનંદન શેરીના ૧ ઘરની વસ્તીના વિસ્તારને, તક્ષશિલા પાર્કની ૧ ઘરની વસ્તીના વિસ્તારને, વર્ધમાન નગરના ૧ ઘરની વસ્તીના વિસ્તારને, પ્રજાપતિ પાર્કના ૧૧ ઘરોની ૬૨ ની વસ્તીના વિસ્તારને અને કેમ્પ સ્ટેશન બાલાશ્રમના ૩ ઘરોની ૧૫ ની વસ્તીના સમગ્ર વિસ્તારને કોવિડ ક્ધટેઇનમેન્ટ તરીકે જાહેર કરવામાં આવે છે તથા આ વિસ્તારમાં  તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરૂ પાડવામાં આવશે તેમ જણાવ્યુ છે.

આ વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તેમજ આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની  આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે તેમ જાહેરનામામાં જણાવવાયુ છે.

કોરોનાગ્રસ્ત એરિયા બફરઝોન તરીકે જાહેર કરી ગામો/સોસાયટીઓની હદને સીલ કરવામાં આવે છે. ઉપર્યુકત ગામો/સોસાયટીઓમાં આવશ્યક સેવાઓના પુરવઠા તથા તેના સંબંધિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૮-૦૦ કલાક થી ૧૨-૦૦ કલાક સુધી મૂકિત આપવામાં આવે છે.

વધુમાં ઉપરોક્ત વિસ્તારને જાહેર કરવામાં આવેલ ક્ધટેઇન્ટ એરીયા બફરઝોન એરીયાના જાહેરનામાની અમલવારી તા.૧૯/૦૭/૨૦૨૦ના ૨૪-૦૦ કલાક સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામામાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.