Abtak Media Google News

નવરાત્રી, દિવાળીના તહેવારો અને લગ્નગાળામાં ખરીદીની મોસમ પુરબહારમાં રહેશે  તેવી જવેલર્સને અપેક્ષા

માર્ચ સુધીમાં સોનાનો ભાવ ૪૦ હજારની નજીક પહોંચી જાય તો નવાઈ નહીં !

ઘણા સમયથી રૂપિયાનું અવમુલ્યન થઈ રહ્યું છે છતાં પણ સોનાના ભાવ સ્ટેબલ રહેતા આયાતમાં ૫૦૦ ટકાનો તોતીંગ ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં સોનાના ભાવ એકંદરે સ્ટેબલ રહ્યા છે જેનું મુખ્ય કારણ ડોલર સામે રૂપિયાનું સતત અવમુલ્યન માનવામાં આવી રહ્યું છે.

આંકડા અનુસાર વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા કવાર્ટરમાં સોનાની આયાત ૧૯.૫ મેટ્રીક ટન નજીક પહોંચી ગઈ હતી જે પાંચ ગણી વધુ છે. વર્ષ ૨૦૧૭-૧૮માં સોનાની આયાત ૨.૯ મેટ્રીક ટન હતી. તહેવારોની સીઝન નજીક છે ત્યારે સોનાના ભાવ સ્ટેબલ રહે તેવી ઈચ્છા લોકો રાખી રહ્યા છે. તહેવારો દરમિયાન સોના-ચાંદીના ઘરેણાની ખરીદી થવાની છે. ઘરેણા માત્ર લકઝરી નહીં પરંતુ ભારતીય સમાજમાં રોકાણ અને આર્થિક સુરક્ષાનો સ્ત્રોત માનવામાં આવી રહ્યું છે.

ભારતીય મહિલાઓ માટે સોનાને રોકાણનું મહત્વનું સંશાધન માનવામાં આવે છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સોનાને વધુ મહત્વનું માનવામાં આવે છે. અલબત હાલ રૂપિયો સતત પડી રહ્યો હોવાના કારણે આગામી સમયમાં સોનાની આયાતમાં વધુ અસર જોવા મળશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

બુલીયન ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેશનલ સેક્રેટરી હરેશ આચાર્યએ આ મામલે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરના મધ્યમાં સોનાના ભાવ ૩૦ હજારની આજુબાજુ રહ્યા હતા. રૂપિયો ૭૦ની સપાટી વટાવ્યા બાદ ઓગસ્ટના એન્ડમાં ભાવમાં નજીવો વધારો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી સોનાની આયાત ભારતમાં વધવા પામી હતી. હજુ પણ રૂપિયાનું અવમુલ્યન ચાલુ રહેશે તો સોનાનો ભાવ ૪૦ હજારને પાર કરશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

તહેવારની સીઝન નજીકમાં છે ત્યારે જવેલર્સ અને સ્ટોક કરનારા હવે સોનાના સ્ટેબલ ભાવ તરફ આર્કષાયા છે. આગામી તહેવારોની સીઝનમાં સોનાના ભાવ ૩૦ હજારની આજુબાજુ રહેશે તો સારા પ્રમાણમાં ખરીદીનું વાતાવરણ ખીલશે તેવું માનવામાં આવી રહ્યું છે. નવરાત્રી, દિવાળી અને લગ્નગાળા દરમિયાન સોનાના વેચાણમાં સારા પ્રમાણમાં ઉછાળો આવશે તેવું માનવામાં આવે છે.

રૂપિયાના અવમુલ્યનની ક્રુડ ઓઈલની ખરીદી માટે સૌથી વધુ અસર સોના ઉપર પડી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ખરીદ વેચાણ મામલે રૂપિયો નબળો રહેતા ભાવ સ્ટેબલ રહ્યા છે. પરીણામે આયાત ૨૦૧૭-૧૮ની સરખામણીએ ૫૦૦ ટકા વધી ચુકી છે. આગામી વર્ષમાં સોનાની આયાતમાં હજુ વધારો થશે તેવી ધારણા છે.

જુલાઈ-સપ્ટેમ્બર વચ્ચે સોનાની આયાત

5 5

વર્ષઆયાત (મે.ટન)
૨૦૧૮-૧૯૧૯.૫
૨૦૧૭-૧૮૨.૯
૨૦૧૬-૧૭૫.૨

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.