Abtak Media Google News

નવા વર્ષનાં નવા સંકલ્પો ભારતને મજબુત અર્થતંત્ર બનાવી શકે

વર્ષ 2022 ની દિવાળીએ રુપિયો ડોલર સામે 83 નો થયો…! સ્વાભાવિક રીતે જ મુડીબજારમાં આ સંજોગો ચર્ચાનાં ચગડોળે ચડ્યા છે. કારણ કે ડોલર સામે રૂપિયાનું એક વર્ષમાં આશરે 10.5 ટકા જેટલૂં ધોવાણ થયું છે. આંકડા જોઇએ તો ગત દિવાળીએ એટલે કે બીજી નવેમ્બર-2021 નાં રોજ એક ડોલરનાં ભાવ ફોરેક્ષ માર્કેટમાં 74.6 રૂપિયા બોલાતા હતા. જે આ દિવાળીએ 83 રુપિયાની સપાટી દેખાડી આવ્યા છે. એનો મતલબ લોકો એવો કરે છે કે ભારતના રૂપિયાનું અવમુલ્યન થયું છે. ડોલરનાં આંકડાની રીતે જોઇએ તો કદાચ  આ વાત સાવ સાચી લાગે પરંતુ શું આપણે માત્ર ડોલર સાથે જ રુપિયાની સરખામણી કરવાની છે? આ એક સવાલ બીજા અનેક સવાલોને જન્મ આપે છે, એટલું જ નહી, આગામી દિવસોમાં ભારતે પોતાના અર્થતંત્રને મજબુત કરવા શું કરવું જોઇએ તેની રણનીતિ પણ આપે છે.

જી હા, રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે, પરંતુ એજ રુપિયો પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ તથા મ્યાનમાર જેવા દેશોની કરન્સી સામે વધારે મજબુત પણ થયો છે. જ્યારે  વિયેટનામ તથા નેપાળની કરન્સી સામે ગત વર્ષના ભાવ ઉપર જ સ્થિર પણ રહ્યો છે. એટલે આપણે કહી શકીએ કે રુપિયો નબળો પડ્યો એવું કહેવાને બદલે ડોલર મજબુત થયો છે એમ કહેવું જોઇએ.અ

આંકડા જોઇએ તો ગત બીજી નવેમ્બર-2021 ના રોજ એક ભારતીય રૂપિયાની કિંમત 2.28 પાકિસ્તાની રૂપિયા મુકાતી હતી. જે 2022 ની દિવાળીઐ 2.68 રૂપિયા મુકાઇ રહી છૈ. મતલબ કે ભારતનાં રુપિયાની કિંમત 16 ટકા જેટલી વધી છે. આજરીતે બીજી નવેમ્બર-2021 નાં રોજ એક રુપિયાની કિંમત 2.70 શ્રીલંકન રૂપિયા ગણાતી હતી જે 2022 ની દિવાળીએ 4.24 રૂપિયા મુકાઇ રહી છે. મતલબ કે અહીં ભારતીય રુપિયાની કિંમત 60.81 ટકા જેટલી વધી છે. આજરીતે બીજી નવેમ્બર-2021 નાં રોજ એક ભારતીય રૂપિયાની કિંમત 1.14 બાંગ્લાદેશી ટકા હતી જે હાલમાં 1.21 મુકાઇ રહી છે.  અહીં પણ ભારતીય રૂપિયાનીં કિંમતમાં પાંચેક ટકાનો વધારો જોવા મળે છે. જ્યારે નેપાળ તથા વિયેટનામની કરન્સીનું મુલ્ય ભારતીય રૂપિયા સામે લગભગ એટલું જ રહ્યું છે.  આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે એશિયન કરન્સીમાં ભારતીય રુપિયાની હજુ પણ બોલબાલા છે.

દિવાળીનો તહેવાર છે ત્યારે ભારતીય વેપારી વર્ષ આખાનાં ધંધા-પાણીનું સરવૈયું કાઢે અને તેના આધારે આગામી વર્ષમાં કારોબારની શું રણનીતિ હોવી જોઇઐ તે નક્કી કરે તે સ્વાભાવિક છે. આપણું સરવૈયું એવા સંકેત આપે છૈ કે રૂપિયો ડોલર સામે ભલે નબળો પડે પણ જો આપણો વિદેશ કારોબાર ડોલરનાં બદલે રૂપિયામાં વધારે થાય તો ડોલર સામે રૂપિયો નબળો પડે તેની દેશનાં અર્થતંત્ર ઉપર પડનારી અસરોને ખાળી શકાય તેમ છે.

આંકડા જોઇએ તો 2018 માં ભારતે 538 અબજ ડોલરના માલની નિકાસ કરી હતી, જે 2019 માં 529 અબજ ડોલર, 2020 માં 499 અબજ ડોલર તથા 2021 માં 660 અબજ ડોલરની નોંધાઇ છે.  2021 નાં વર્ષ ભારતની નિકાસમાં જોવા મળેલો 32.24 ટકાનો જોરદાર ઉછાળો દેશનાં કûષિપેદાશોનાં ભાવ અને સાથે જ નિકાસમા જોવા મળેલા જોરદાર ઉછાળાને આભારી છે. વર્ષ 2022 માં પણ અત્યાર સુધીનાં આંકડા કહે છે કે ભારતની નિકાસયાત્રા ગત વર્ષ કરતા 15 ટકા વધારે તેજ ગતિએ આગળ વધી રહી છે.  મતલબ કે આગામી વર્ષમાં જો આપણા નિકાસકારો કûષિ પેદાશોની નિકાસ ઉપર જોર લગાવે તો દેશની તિજોરીને લાભ થઇ શકે છે.

આ ઉપરાંત તાજેતરમાં દિવાળીની ખરીદીની સિઝન પહેલા થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે સરેરાશ ભારતીયો આ વખતે દિવાળીમાં 60 ટકા જેટલી વધારે ખરીદી કરશે. આ સાથે જ એક તારણ એ પણ આવ્યું હતું કે ગત વર્ષે  વાઇનીઝ માલના વેચાણમાં  40000 કરોડનો ઘટાડો થો હતો જે આ વખતે 50000 કરોડ રૂપિયાનો ઘટાડો દેખાડશે. મતલબ કે દેશવાસીઓ સ્વદેશી અપનાવી રહ્યા છે. જે આપણા આયાત બિલમાં ઘટાડો કરશે. સામે પક્ષે સ્વદેશૂ માલ ખરીદશે તો  સ્થાનિક રોજગારને પ્રોત્સાહન મળવા ઉપરાંત ઇકોનોમી પણ દોડતી થશે.એક વાત નક્કી છે કે વૈશ્વિક સમુદાય હાલમાં મંદીના વમળમાં ફસાયેલો છૈ ત્યારે સરેરાશ ભારતીયની ખરીદ શક્તિ વધી રહી છે.

વૈશ્વિક બજારમાં 140 કરોડની વસ્તીવાળા ભારતના માર્કેટથી દૂર થવાનું વિશ્વનાં કોઇપણ દેશને પાલવે તેમ નથી તેથી તેમને ભારતીય બજારમાં ટકી રહેવા માટે ક્વોલિટી સુધારવા ઉપરાંત ભાવ પણ નીચા રાખવા પડશે. જે સરવાળે ભારતીયોના હોમ બજેટનાં લાભમાં હશે. હવે જો ભારત અમેરિકા ઉરાંત જે દેશોમાં ડોલરમાં જ વેપાર થાય છે ત્યાં નિકાસનાં જ વેપાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તો ડોળરની વધતી મજબુતાઇ ભારતનાં લાભમાં રહેશે. જ્યારે અન્ય દેશોમાં ભારતીય રૂપિયામાં જ વેપાર કરે તો ડોલરનાં ભાવની વિપરીત અસર ખાળી શકાશે. ખેર આ માટે  આપણે આપણી માનસિકતા બદલવી પડશે. નવા વર્ષના સુર્યોદય સાથે આપોણે નવા સંકલ્પ કરવા પડશે..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.