Abtak Media Google News

જૂનાગઢ પોલીસે ગઈકાલે એન.સી.પી.ના મહિલા પ્રદેશાધ્યક્ષ રેશમા પટેલ સહિત 4 કાર્યકરોને ધરપકડ કરી હતી. જો કે બાદમાં તેમનો છુટકારો થતા રેશમા પટેલે જણાવ્યું હતું કે, સરકારની પોલીસ દ્વારા મારી અટક ભલે કરવામાં આવે પરંતુ જ્યાં સુધી કોરોનાના દર્દીઓને પૂરતી સાર અને સંભાળ રાખવામાં નહીં આવે ત્યાં સુધી હું ગમે ત્યાં હોઈશ, ત્યાં મારા ધરણા ચાલુ રહેશે અને મને કંઇપણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્યના મુખ્યમંત્રી અને જૂનાગઢ કલેકટર ની રહેશે. દસેક દિવસ અગાઉ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની અપૂરતી સુવિધાઓ અને વેટિંગમાં રખાતા હોવાના આક્ષેપ સાથે રેશમા પટેલ એ તંત્રને યોગ્ય કરવા 10 દિવસનું અલ્ટીમેટ આપ્યું હતું.

આ આવેદન ના ગઈકાલે દસમા દિવસે તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓને પુરતી સારવાર અને સગવડ ન કરાતી હોવાના આક્ષેપ સાથે રેસમાં પટેલ સિવિલ હોસ્પિટલમાં ધરણાં કરવા સવારે સાડા અગિયારે સિવિલ હોસ્પિટલના મેદાન ખાતે પહોચેલ, ત્યારે રાહ જોઈને જ ઉભેલ પોલીસે રેશમા પટેલ સહિતના ચાર કાર્યકરોની કારમાંથી ઉતરે તે સાથે જ જૂનાગઢ પોલીસે ડીટેન કરી લીધા હતા, અને એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. અને બાદમાં છોડી મુકાયા હતા. જો કે,  પોલીસે રેશમા પટેલને અટક કરતા વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ગંભીર આક્ષેપો કરતા રેશમા પટેલે કહ્યું કે સરકારની પોલીસ દ્વારા મારી અટક ભલે કરવામાં આવે પરંતુ જ્યાં સુધી કોરોના ના દર્દીઓને પૂરતી સાર અને સંભાળ રાખવામાં નહીં આવે ત્યાં સુધી હું ગમે ત્યાં હોઈશ, ત્યાં મારા ધરણા ચાલુ રહેશે અને મને કંઇપણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્યના મુખ્યમંત્રી અને જૂનાગઢ કલેકટરની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.