Abtak Media Google News

 નવી પઘ્ધતિ માટે ઓડિયો વિઝયુઅલ મોડયુલ તૈયાર કરાયું

નવનિયુકત ડીજીપી શિવાનંદ ઝા ગુનામાં ડિજિટલ અને ઈલેકટ્રોનિક પુરાવા એકઠા કરવાની વાત ઉપર ગંભીર પગલા લઈ રહ્યા છે. તાજેતરમાં સુરતના ખુનના બનાવમાં ઈન્સ્પેકટર એમ.આર.નકુમે ડિજિટલ પુરાવાને નજર અંદાજ કરતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

વધતી જતી ગુનાહિત પ્રવૃતિને રોકવા તમામ પોલીસ અધિકારીઓને ડિજિટલ પુરાવાથી વાકેફ કરવાની ડીજીપી શિવાનંદ ઝાએ હાથધરી છે. આ મામલે એડીજીપી ટ્રેઈનીંગ કે.કે.ઓઝાને આદેશ પણ અપાયા છે. શરૂઆતમાં ડિજિટલ પુરાવા અંગે ગુજરાતી ભાષામાં પોલીસ કર્મચારીઓને સમજાવવામાં આવશે. સરળ ભાષાના કારણે કર્મચારીઓ ડિજિટલ પુરાવાની મહત્વતા સમજી શકશે. ત્યારબાદ આવા પુરાવાની મદદથી ચાર્જશીટ કેવી રીતે મજબુત બનાવવી તે અંગે ટ્રેનીંગ અપાશે.

પોલીસ અધિકારીઓને ડિજિટલ પુરાવાઓની જરૂરીયાત સમજાવવા ઓડિયો-વિઝયુઅલ મોડયુલર તૈયાર કરવામાં આવ્યું છે. જેને વંદે માતરમ્ ચેનલના માધ્યમથી પ્રસારીત કરવામાં આવશે. આ ચેનલ રાજયના તમામ પોલીસ સ્ટેશનો અને એજન્સીઓ સાથે કનેકટેડ છે. પોલીસ અધિકારીઓને આધારકાર્ડ આધારીત છેતરપિંડી, બિટકોઈન, ક્રિપટોકરન્સી, સીસીટીવી ફુટેજ સહિતના મામલે ડિજિટલ પુરાવાની અહેમીયત સમજાવાશે. આ તમામ પુરાવા કેસ માટે કેટલા અગત્યના છે તેની ટ્રેનીંગ અપાશે. ચાર્જશીટને મજબુત બનાવવા ડિજિટલ પુરાવાનો ઉપયોગ વધારવા માટે સુચન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.