Abtak Media Google News

દરિયાકાંઠાળા વિસ્તારોમાં આરોગ્ય સેવામાં દાખવાતી બેદરકારી મામલે રાજય સરકારની ઝાટકણી હાઈકોર્ટે કાઢી છે. ગ્રામ્ય વિસ્તારો તેમજ દરીયાપટ્ટીના ક્ષેત્રોમાં ખખડધજ એમ્બ્યુલન્સ વાહનો મુદ્દે પણ હાઈકોર્ટે લાલ આંખ કરી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં અને કાંઠાળા ક્ષેત્રોમાં એમ્બ્યુલન્સના વાહનોની ખરાબ પરિસ્થિતિનું ઉદાહરણ પુરુ પાડવા ખખડધજ એમ્બ્યુલન્સને કોર્ટના પરીસરમાં લઈ આવવામાં આવી હતી. આ મામલે અદાલતે અધિકારીઓને ખખડધજ વાહનો દુર કરવા આદેશ આપ્યો છે. ઈમરજન્સીમાં વાહનોનો સરળતાથી ઉપયોગ થઈ શકે તે સુનિશ્ચિત કરવા કહ્યું છે.

આ કેસમાં સરકારી અધિકારીઓએ દલીલ કરી હતી કે તબીબી સારવાર માટે દોડાવવામાં આવતા વાહનોનું રોજિંદુ ઈન્સ્પેકશન થાય છે. જે વાહનમાં ખામી સર્જાવાની ભીતિ હોય તેને દુર કરી દેવામાં આવે છે. આ મામલો હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલથી ચાલ્યો હતો. માછીમારો અને સાગર ખેડુતોને અપાતી આરોગ્ય સેવા મામલે સરકારની બેદરકારી મુદ્દે પીઆઈએલ થઈ હતી. જેમાં હાઈકોર્ટે સરકાર પર પસ્તાળ પાડી છે.

કોર્ટમાં સરકારે વચન આપ્યું છે કે આગામી તા.૩૧ માર્ચ સુધીમાં માછીમારોની આરોગ્ય સેવા માટે બોટ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવશે. આ માટે તમામ તૈયારીઓ થઈ હોવાની દલીલ પણ અદાલત સમક્ષ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.