Abtak Media Google News
  • દુષ્કર્મની બે ઘટનાથી સર્વત્ર ફીટકાર
  • શાપરમાં અગિયાર વર્ષની બાળા સાથે પાડોશી યુવકનું દુષ્કૃત્ય: પ્રેમજાળમાં ફસાવી આચર્યુ કૃત્ય

રાજકોટ પંથકમાં સગીરા જાણે સુરક્ષિત ના હોય તેમ સર્વત્રથી ફિટકાર વરસાવતી બે ઘટનાનો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં પ્રથમ બનાવમાં  કોઠારીયા રોડ પર રહેતી પંદર વર્ષની  સગીરા સાથે પાંત્રીસ વર્ષના પાડોશી ઢગાએ અને શાપરમાં 11 વર્ષની બાળકી સાથે એકવીસ વર્ષીય યુવકે દૃષ્કૃત્ય આચરવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બંને કિસ્સામાં  પોલીસે નરાધમોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, નીલકંઠ ટોકીઝ નજીક  એપાર્ટમેન્ટમાં રહેતો 35 વર્ષનો ઢગો નીતિન બગથરીયા તેની પરિચિત બ્યુટી પાર્લર ચલાવતી મધુ ધકાણના ઘરે 15 વર્ષની કિશોરીને બોલાવી દેહ પિંખતો હોવાની ઘટનાથી બંને શખ્સો પર ફિટકાર વરસી રહ્યો છે.જ્યારે . શાપરમાં 11 વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી 21 વર્ષના રોહિત વાઘેલાએ અનેક વખત કુકર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે.

Advertisement

બનાવની કોઠારિયા રોડ પર નીલકંઠ ટોકીઝ આસપાસના એક એપાર્ટમેન્ટમાં રહેતાં નિતીન બગથરીયા (ઉ.વ.35)એ તેના પાડોશમાં જ રહેતી 15 વર્ષની ધોરણ 10માં ભણતી તરૂણીને મોહજાળમાં ફસાવી તેની વિરાટનગરમાં રહેતી અને  બ્યુટી પાર્લરનું કામ કરતી પરિચીત મધુબેન કિરીટભાઈ ધકાણ ના મકાનમાં કિશોરીને લઈ જઈ અનેક વખત  દેહ ચુંથ્યો હતો.આ અંગેની  ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તરૂણીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો અંતર્ગત દુષ્કર્મ અંગેનો ગુનો નોંધાયો છે. પિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, તેની 15 વર્ષીય પુત્રી પંદરેક દિવસથી ઉદાસ રહેતી હતી.

ઘણી વખત રડતી. બે-ત્રણ વખત તેને પૂછયુ કે, શું થયું? પણ દિકરી કાંઈ બોલતી નહોતી. તેણી બોર્ડમાં અભ્યાસ કરતી હોવાથી શરૂઆતમાં તેને ભણવાનું ટેન્શન હશે તેવું લાગતું હતું. પરંતુ બુધવારે દીકરી ખુબ ઉદાસ લાગતી હતી જેથી પ્રેમથી સમજાવી પૂછતાં તેણી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી અને તેણે કહ્યું કે, નિતીન અંકલ તેને ડરાવીને એક આન્ટીને ત્યાં બોલાવી તેની સાથે ખુબ જ ખોટું કામ કરે છે. સગીરાની માતાને બોલાવી પુત્રીને સમજાવટ કરી પૂછતાં દીકરીએ તેની પાસે રહેલો એક મોબાઈલ ફોન કાઢી આપ્યો હતો.જેમાં દીકરીના નામનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતું. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નિતીન બગથરીયાએ સગીરાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ચેટિંગ કરતો હતો. નીતિને જ આ મોબાઈલ ફોન સગીરાને લઈ આપ્યો હતો. લાલચ આપી તેની સાથે ફોનમાં વાતચીત કરતો હતો. અને પોતાના જાણીતા વિરાટનગરમાં રહેતા અને આનંદનગરમાં રહી બ્યુટી પાર્લર મધુબેનના ઘરે કિશોરીને બોલાવી અવાર-નવાર ડરાવી, ધમકાવીને દૂષ્કર્મ ગુજારી અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચાર્યનું પણ  દીકરીએ હકીકત જણાવતા પિતા, પુત્રીને લઈ ભક્તિનગર પોલીસ મથકે પહોંચ્યા હતા.

અત્રે પી.આઈ. એમ.એમ. સરવૈયા અને રાઈટર નિલેશભાઈ મકવાણાએ નીતિન અને ગુનામાં મદદગારી કરનાર મધુ વિરૂધ્ધ ગુનો નોંધી બન્ને શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બીજા ઘટનામાં શાપરમાં  અગિયાર વર્ષની કિશોરી સાથે પાડોશમાં રહેતા એકવીસ વર્ષીય યુવક રોહિત મનીષભાઈ વાઘેલા  11 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યયા અંગેની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવતા પીએસઆઇ આર.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આઇપીસી 376 અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી દુષ્ટની ધરપકડ કર પૂછપરછ કરતા હવસખોરએ , 2 માસ પહેલા  બાળકી પર નજર બગડી હતી. બાળકીને લલચાવી મોબાઈલમાં વાતચીત કરતો હતો. 20 દિવસ પહેલા મળવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. જે પછી અવાર નવાર દુષ્કર્મ કરી આરોપીએ હવસ સંતોષી હતી. આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.