Abtak Media Google News

રોગ પ્રતિકારક શકિત વધારવા થાય છે પ્રયાસ

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કોવિડ-૧૯ના સંક્રમણથી બચાવવા નિરંતર સુરક્ષાલક્ષી પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. જેનાં ભાગરૂપે સ્થાનિક સ્તરે લોકોના આરોગ્યની પ્રાથમિક ચકાસણી તેમજ સારવાર માટે ધનવંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે. શરદી, તાવ તેમજ ઉધરસ જેવાં લક્ષણો ધરાવતાં દર્દીઓમાં કોરોના ન પ્રસરે અને તેમને ત્વરિત જ સારવાર મળી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લાના જામકંડોરણા  તાલુકામાં ધનવંતરી રથ કાર્યરત છે લોકોએ આ રથની સેવાનો લાભ લીધો છે. જે અન્વયે અન્ય રોગ જેમકે, ડાયાબીટીસ, બ્લડપ્રેશર, તાવ, શરદીના લક્ષણો ધરાવતાં  દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

ધનવંતરી રથમાં સેવારત કોરોના વોરિયર ડો. દવે રથની કામગીરી અન્વયે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ” આજે કોરોનાનું સંક્રમણ વધ્યું છે તેથી સામાન્ય શરદી, તાવ ધરાવતાં લોકોને પણ ત્વરિત અને ઘરઆંગણે સારવાર મળી રહે તે હેતુસર ધન્વંતરી રથનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રથ દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા હાલ આરસેનીક આલ્બમ હોમિયોપેથી ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ધનવંતરી રથની વિશેષ કામગીરીના ભાગરૂપે હાલ રેપીડ ટેસ્ટ કીટ દ્વારા કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.