Abtak Media Google News

ડમીતેલ, અથાણામાં કેમિકલની ભેળસેળ, બેફામ માટી ખનન અને પરપ્રાંતીયોને નોંધણી વગર કામે રાખવા સહિતની ગેરકાનુની પ્રવૃતિઓ

જીઆઈડીસી સરકાર દ્વારા બનાવાયેલ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર હોય છે જેમાં જુદા-જુદા કારખાનેદાર પોતાની મિલો ચલાવતા હોય છે પરંતુ રાજયની મોટાભાગની જીઆઈડીસીઓમાં ગોરખધંધો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં જ સુરેન્દ્રનગર શહેરની જીઆઈડીસીમાંથી લાખો રૂપિયાના ડમી તેલનો જથ્થો ઝડપી પાડયો હતો ત્યારે સુરેન્દ્રનગર જીઆઈડીસી વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા ડમી તેલના વેપારમાં અંદાજે લાખો ‚પિયાની કિંમતના જુદી-જુદી કંપનીના ડમીતેલના ડબ્બા પર એલસીબી દ્વારા રેડ કરી સમગ્ર મુદામાલ જપ્ત કરાયો હતો.જયારે બાદમાં આ મિલના માલિક સુરેન્દ્રનગરના રાજકીય ટોચ નેતાના સગાસંબંધી હોવાનું પણ ખુલ્યું હતું.

જયારે બીજો બનાવ સુરેન્દ્રનગર જીઆઈડીસીમાંથી હાલમાં જ નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું હતું ત્યારે ધ્રાંગધ્રા જીઆઈડીસીમાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતી કેટલીક ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. ધ્રાંગધ્રા જીઆઈડીસીની જો વાત કરીએ તો ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર આવેલા જીઆઈડીસીમાં કુલ ૧૦ થી ૧૨ જુદા જુદા કારખાના આવેલા છે. જેમાં અથાણા, સફેદ તથા લાલમાટીની ઘંટી, ટુટી-ફુટી તથા કોલસાના કારખાના સામેલ છે. આ દરેક કારખાનેદાર દ્વારા પોતાની મિલોમાં યેનકેન પ્રકારે ગોરખધંધો ચલાવાય છે.20180719 123915 સૌપ્રથમ અથાણાના કારખાનાની જો વાત કરીએ તો મોસમ એન્ટરપ્રાઈઝ નામક આ કારખાનું ધરાવતા માલિક દ્વારા અથાણુ બનાવવા માટે ખુબ જ ખરાબ કેમીકલનો ઉપયોગ કરવામાં આવે છે સાથે અથાણામાં વપરાતી ચીજવસ્તુઓની ગુણવતા પણ ખુબ જ ખરાબ હોય છે.

એક સાથે હજારો ટન બનાવાયેલુ અથાણું કેટલાય દિવસ ખુલ્લામાં રાખવામાં આવે છે જેના લીધે અંદર કેટલાક જીવજંતુઓ નરી આંખે દેખાય છે પરંતુ લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર આ મોસમ ઈન્ડસ્ટ્રીઝના માલિક પોતાના ખીસ્સા ભરવામાં વધુ ધ્યાન આપે છે

એટલું જ નહીં સમગ્ર જીઆઈડીસીમાં વધુ પડતા માટીના કારખાના આવેલા છે. જેમાં રાધાકૃષ્ણ એન્ટરપ્રાઈઝ, રામકૃષ્ણ એન્ટરપ્રાઈઝ, રોશન મિનરશ નામક તમામ કારખાનેદાર ધ્રાંગધ્રા પંથકમાંથી ગેરકાયદેસર માટીનું ખનન કરી શહેરની મુખ્ય બજારોમાંથી ખુલ્લેઆમ આ ગેરકાયદેસર પાસ પરમીટ વિનાની સફેદ તથા લાલ માટીને જીઆઈડીસીમાં આવેલા પોતાના કારખાના ટ્રેકટર જેવા વાહનોથી હેર-ફેર કરી ઠલવાય છે.

બાદમાં પોતાના કારખાનામાં આવેલી ઘંટીમાં તમામ પ્રકારની માટીનું દળી તેને શહેર અથવા રાજય બહાર એકસપોર્ટ કરે છે. આ જીઆઈડીસીમાં કામ કરતા મોટાભાગના મજુર લોકો પરપ્રાંતિય હોય છે અને સરકારી નિયમો અનુસાર કોઈપણ પરપ્રાંતિય શખ્સને નોકરી પર અથવા ઘર ભાડા પર આપ્યા પહેલા તે શખ્સનું વેરીફીકેશન જે તે લાગતા વળગતા પોલીસ સ્ટેશને કરાવવું પડે છે.

જયારે જીઆઈડીસીમાં અંદાજે ૫૦ થી ૬૦ પરપ્રાંતીય મજુરો પોતાની કોઈપણ ઓળખ વગર અહીં કામ કરી રહ્યા છે જેની કોઈપણ સરકારી ચોપડે નોંધ નથી તથા કારખાનેદારે પણ આ પરપ્રાંતીય લોકોની નોંધણી કરાવ્યા વગર પોતાના કારખાનામાં મજુરીએ લગાડી દીધા છે

જયારે આ પરપ્રાંતીય લોકોમાં કેટલાક તો બાળમજુરો પણ છે જેઓ અન્ય રાજયોથી અહીં આવી પહોંચ્યા છે અને પોતાના નામ તથા અને ઉંમર સિવાય તેઓને બીજુ કઈ પણ યાદ નથી આવા પરપ્રાંતિય અને બાળકો પાસે આ કારખાનેદારો મજુરી કામ કરાવી સરકારી નિયમોના ઉલાળીયા કરતા નજરે પડે છે. જયારે ધ્રાંગધ્રા શહેરની જીઆઈડીસીમાં બનતી કેમિકલયુકત અથાણા તથા ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુથી લઈને ગેરકાયદેસર માટી ખનન સુધીના ચાલતા ગોરખધંધા પર સરકારી તંત્ર દ્વારા સકંજો કસાઈ તો કેટલાય કારખાનેદારોના પગ પરની જમીન શરકી જાય તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.