Abtak Media Google News

સુરેન્દ્રનગરનાં પાંદરી ગામે જળસંચય અભિયાનનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો: ૧૦૮ યુગલોએ કર્યું જળ અભિષેક

ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ આજે જણાવ્યું હતું કે, રાજ્યની વિરાટ જળશક્તિના પુરૂષાર્થ યજ્ઞ દ્વારા સુજલામ-સુફલામ જળસંગ્રહ અભિયાનને સફળ બનાવ્યું છે ત્યારે પાણીનો ટીપે ટીપાનો ઉપયોગ થાય તે માટે ખેડૂતોએ ખેતી માટે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવવી જોઈએ.

મંત્રી સૌરભભાઈ પટેલે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંદરી ખાતે યોજાયેલા સુજલામ-સુફલામ જળ સંગ્રહ અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે નર્મદાના નીરનું પૂજન કર્યાબાદ ઉપર મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે ૧૦૮ યુગલોએ જળ અભિષેક કરી જળ પૂજન કર્યું હતું અને ચાલુ વર્ષે ચોમાસુ સારૂ જાય તેવી ર્પ્રાના કરી હતી.

3 4ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાએ ૪૫૯ જેટલા જળસંગ્રહના કામો પુરા કર્યા છે અને ૧૩૦ ટકા સિધ્ધી હાંસલ કરી છે તેને બિરદાવતા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં જનભાગીદારીથી સફળ રહયેલા આ અભિયાની ૨૧ લાખ ઘનમીટર જેટલો ફળદ્રુપ કાંપ અને માટી ખેડૂતોના ખેતરમાં પારવામાં આવી છે. જેનો સીધેસીધો લાભ ઉત્પાદનની ગુણવત્તા પર થશે અને ખેડૂતોની આવક બમણી થશે.

આ પ્રસંગે મંત્રીએ આ અભિયાનને સફળ બનાવવા સુરેન્દ્રનગર જિલ્લાની દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓની ભાવનાને બિરદાવી હતી અને આ મંડળી ટપક સિંચાઈ માટે સભાસદોમાં જાગૃતી લાવે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.

4 6આ તબકકે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પીવાના પાણી માટે ગુજરાતે સમગ્ર દેશમાં પહેલી લાંબી વોટરગ્રીડ પારી છે. જેનાી માં નર્મદાનું પાણી છેક સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પહોંચાડી શકાયું છે.

મંત્રીએ કહ્યું હતું કે, રાજયની ૬ કરોડની જનતા એક એક લીટર પાણી બચાવે તો ઘણું પાણી બચે છે અને તેનો ઉપયોગ આપણી ભવિષ્યની પેઢી માટે થઈ શકશે. આ જળ અભિયાનને સફળ બનાવનાર દાતાઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવયું હતું અને અગ્રણીઓએ આ અભિયાનના નારા ફાયદાની જાણકારી આપી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.