Abtak Media Google News

ગુજરાતના સિંઘમ પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવનારાઓમાના એક એન.કે.વ્યાસ હાલ માત્ર ધ્રાગધ્રા પીઆઇતરીકેની ફરજ બજાવે છે જ્યારે એન.કે.વ્યાસના પોતાના પોલીસ ફરજના કાર્યકાળમા કદાચ નહિ બન્યા હોય તેવા કડવા અનુભવો ધ્રાગધ્રા શહેરમા પીઆઇનો ચાર્જ લીધા બાદ થયા હતા કારણ કે ધ્રાગધ્રા શહેરમા જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળવા લાગી હતી તથા અઠવાડીયામા એકાદ ખુબજ ગંભીર બનાવો બનવા લાગ્યા ત્યારે વેપારીઓ દ્વારા એક દિવસની બજાર બંધ પાડી કડક અધિકારીને ધ્રાગધ્રામા મુકવાની માંગ કરી હતી.

જોકે તે સમયે એન.કે.વ્યાસ પોતે સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ તરીકે હતા પરંતુ વેપારીઓ દ્વારા ગાંધીનગર સુધીની સીધી રજુવાતને લઇને એન.કે.વ્યાસને ધ્રાગધ્રા સીટી પીઆઇ તરીકે વધારાનો ચાર્જ અપાયો હતો. જ્યારે આ કડક પીઆઇની કાર્ય પધ્ધતી અન્ય અધિકારીઓ કરતા જુદી હોવાના લીધે ધ્રાગધ્રા શહેર પીઆઇનો ચાર્જ લેતા સમયથી જ પીઆઇ સતત ચચાઁમા રહેવા લાગ્યા હતા.

એન.કે.વ્યાસે પ્રથમ દિવસે જ પોતાની કામગીરી શરુ કરતા ધ્રાગધ્રા શહેરની બજારોમા રોજનુ કમાઇને રોજનુ ખાતા કેટલાક રેકડી ધારકોને હટાવી તેઓનુ ગુજરાન ચલાવવાનુ સાધન ટાળી દીધુ હતુ સાથે પીઆઇની અલગ પ્રકારની માનસીકતાને લઇને તેઓનુ સીધુ ઘર્ષણ ધ્રાગધ્રા શહેરના પત્રકારો સાથે પણ થયુ હતુ.

જેથી સતત તેઓની સાફ અને કડક અધિકારીની છબી ખરડાવા લાગી હતી પીઆઇ એન.કે.વ્યાસ પોતે જીલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણીના આદેશોને પણ ગંભીરતાથી લેવાનુ સમજી શકતાન હતા જેથી તેઓને એસ.પી સાથે પણ કઇ ખાસ સબંધો સુધર્યા ન હતા.

તેવામા એસ.પીનેધોળવુ હતુ અને ઢાર મળ્યોજેવી કહેવત સાકાર થતા રાજકોટ રેન્જ પોલીસે ધ્રાગધ્રા તાલુકાના પથૃગઢ ગામે ટ્રકમાથી કટીંગ થતો લાખ્ખો રુપિયાનો વિદેશીદારુ ઝડપી પાડતા એલ.સી.બીનુ વિર્શજન કરી દેવાયુ હતુ બાદમા દિપકકુમાર મેઘાણી તથા રેન્જ આઇ.જીની બદલી સાથે જ નવા એસ.પી તરીકે મનીંદરસીંગ પવારઆવતા એન.કે.વ્યાસને ફરી પોતાની કામગીરી દર્શાવવાનો મોકો મળ્યો હતો.

જેમા તેઓએ નવા એસ.પીનુ દીલ જીતી લીધુ હતુ જેથી હાલ નવા એસ.પી દ્વારા ફરી જીલ્લાલોકલ ક્રાઇમ બ્રાન્ચને શરુ કરી નવા એલ.સીબી સ્ટાફની ભરતી શરુ કરાઇ છે અને માત્ર ધ્રાગધ્રા શહેરના પીઆઇને સીધા જઘૠ તથા કઈઇ એમ બંન્ને જીલ્લાની મહત્વપુણઁ શાખામા ઇનચાર્જ પીઆઇ તરીકે નિમણુક કરવાની વાતો ચાલી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.