Abtak Media Google News

ધારીમાં અનેક અટકળો વચ્ચે આખરે કેસરીયો છવાયો

૧૭ હજારથી વધુ મતોની લીડથી કોંગ્રેસના કોટડીયાને પછડાટ આપતા કાકડીયા

ધારી બગસરા વિસ્તારની જનતાએ નવા ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના જયસુખ કાકડીયા પર પસંદગીથો કળશ ઢોળ્યો છે. કાકડીયાનો કોંગીના સુરેશ કોટડીયા સામે ૧૭,૨૦૯ મતની જંગી લીડથી વિજય થયો હતો. ગત ચુંટણીમાં જિલ્લાની પાંચેય સીટ કોંગીના હાથમાં આવી હતી. હવે એક સીટ પર વિજય વાવટો ફરકાતા ભાજપ છાવણી ગેલમાં આવી હતી.

Advertisement

ધારી, બગસરા, ખાંભા વિસ્તારની જનતાએ સતાધારી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ધારી સીટની ગત ત્રીજી તારીખે ચુંટણી યોજાયા બાદ અહીંની યોગીજી મહારાજ મહિલા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી.કાકડીયાને ૪૯,૯૭૪ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો ગણતરી સ્થળ આસપાસ એકઠા થયા હતા. જોકે કોંગ્રેસના એક પણ આગેવાન કે ખુદ ઉમેદવાર સુરેશ કોટડીયા મતગણતરીના સ્થળે ડોકાયા પણ ન હતા.

Img 20201110 Wa0029

જયારે ઉમેદવારોને મળેલા મતની વિગત જોઈએ તો જે.વી.કાકડીયા (ભાજપ) ૪૯,૯૭૪, સુરેશ કોટડીયા (કોંગ્રેસ) ૩૨,૭૬૫, કનુભાઈ અઘેરા ૯૯, કપીલભાઈ વેગડા ૭૦૯, ભુપતભાઈ ઉનાવા ૩૧૫૯, ઈમરાન પરમાર ૨૧૨, પિયુષભાઈ ઠુંમર ૭૮૮૫, પ્રવિણભાઈ ગેડીયા ૪૫૦, બાવકુભાઈ વાળા ૬૪૩, નાનાલાલ મહેતા ૩૦૧, રામજીભાઈ માધડ ૨૧૩ જે પૈકી ઈવીએમથી ૯૯,૬૩૪ અને પોસ્ટલ બેલેટથી ૯૨૭ મત પડયા હતા. પોસ્ટલ બેલેટથી મળેલા મત પૈકી ૩૮૯ મત રીજેકટ કરવામાં આવ્યા હતા. મતદારોને કોઈપણ ઉમેદવારને મત આપવો ન હોય તો નોટાનો વિકલ્પ પણ અપાયો હતો. અહીં કુલ ૨૩૬૨ મત નોટામાં પડયા હતા. ઈવીએમથી ૨૩૫૭ મત તથા પોસ્ટલ બેલેટથી ૫ મત નોટામાં પડયા હતા. જે.વી.કાકડીયા વિરુઘ્ધના અનેક આક્ષેપો આ વિસ્તારની જનતાએ નકારી દીધા હતા. સુરેશભાઈ કોટડીયાને ૩૨,૭૬૫ મત મળતા કાકડીયાનો ૧૭,૨૦૯ મતની જંગી લીડથી શાનદાર વિજય થયો હતો. તેઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા અને ખાલી પડેલી સીટ પર પેટાચુંટણી યોજાતા તેઓ ફરી ધારાસભ્યપદે ચુંટાયા છે. સવારમાં ૮ કલાકે મતગણતરી શરૂ થતા પહેલા રાઉન્ડમાં જ જે.વી.કાકડીયાને લીડ મળી હતી અને ત્યારબાદ દરેક રાઉન્ડમાં લીડમાં વધારો થતો ગયો હતો. અંતિમ ૨૯માં રાઉન્ડની મતગણતરીના અંતે તેમણે ૧૭,૨૦૯ મતની લીડ મેળવી લીધી હતી. રાજયની આઠ સીટની પેટાચુંટણીમાં સુરેશ કોટડીયાનો કારમો પરાજય થયો તો બીજી તરફ એકપણ પ્રાદેશિક પક્ષ કે અપક્ષ ઉમેદવાર નોંધપાત્ર ભૂમિકા ભજવી શકયો ન હતો. એકમાત્ર અપક્ષ ઉમેદવાર પિયુષભાઈ ઠુંમરે ૭૮૮૫ મત મેળવી ધ્યાન ખેંચનારું પ્રદર્શન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.