Abtak Media Google News

ધનવંતરી જયંતિ (ધનતેરસ)એ દેશને કરાશે ઓનલાઇન અર્પણ

આયુર્વેદ શિક્ષણને સ્વાયતત્તા મળશે: આયુર્વેદ શિક્ષણમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય જરૂરિયાતો પરિપૂર્ણ કરવા નવીન અભ્યાસ, શિક્ષણ પ્રણાલી ઘડવી સરળ બનશે

એકવીસમી સદીમાં વૈશ્ર્વિક સ્તરેે આયુર્વેદ વિકાસનું નુત્વ કરવા માટે જામનગર ખાતે ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ઇટ્રા)નું ઘનતેરસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓનલાઇન લોકાર્પણ કરવામાં આવશે. હાલ સમગ્ર વિશ્ર્વ જયારે કોરોના મહામારીથી પ્રભાવિત છે ત્યારે ભારત આયુર્વેદના સથવારે રોગ સામે બાથ ભીડી રહ્યો છે. આ સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાષ્ટ્રને મહામુલી આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વતા ધરાવતી સંસ્થાઓની ભેટ તા.૧૩-૧૧ના રોજ ધનવંતરી જયંતીના અવસરે સવારે ૯:૩૦ કલાકે લોકાર્પણ દ્વારા અર્પણ કરવામાં આવશે. આ સંસ્થા એકવીસમી સદી વૈશ્ર્વિક સ્તરે આયુર્વેદ વિકાસનું નેતૃત્ય કરી તેને અનેરૂ બળ પુરૂ પાડશે. આ સંસ્થા રાજયના જામનગર ખાતે ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇટીઆરએ) હશે.

Advertisement

આ પ્રસંગને દીપાવવા માટે ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શ્રિપાદ યેસ્સો નાયક (મંત્રી આયુષ મંત્રાલય સ્વતંત્ર હવાલો), ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, નાગરિક પૂરવઠા મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચા, આરોગ્ય મંત્રાલયના સચિવ જયંતી રવી અને પ્રોફેસર વૈદ્ય અનુપ ઠાકર (ડાયરેકટર ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગર, અને કાર્યકારી કૃલપતિ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

પ્રતિ વર્ષ ધનતેરસના દિવસને વર્ષ ૨૦૧૬થી ‘આયુર્વેદ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વર્ષ ૨૦૨૦નો ‘આયુર્વેદ દિવસ’ અત્યંત મહત્વનો બની રહેશે. રાષ્ટ્ર સ્તરીય સંસ્થાની ભેટ દેશને મળવાથી આયુર્વેદ ક્ષેત્ર વિશાળ પાયા પર પ્રગતિની સિધ્ધિ તો હાંસલ થશે જ, વધુમાં આયુર્વેદ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનની દિશામાં મજબૂત પગરવ મંડાશે.

સરકાર દ્વારા લોક-આરોગ્ય ક્ષેત્રે જે નવા પડકારો આવી રહ્યાં છે તેને ઝીલવાં અને પાર પાડવા માટે આયુષ વ્યવસ્થાએ અસરકારક અને પરવડે તેવું એકમ સાવિકત થઇ રહ્યું છે અને હજૂ પણ તેને મદદરૂપ થશે. હાલમાં આયુષ શિક્ષણનું આધુનિકરણએ સમયની માંગ છે, ત્યારે તેને અસરકારક સ્વરૂપમાં સાકાર કરવા થોડા વર્ષોથી અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. આ અંતર્ગત જામનગર ખાતે ઇટ્ટા સંસ્થાને સરકાર દ્વારા રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરવોનો નિર્ણય આયુર્વેદ શિક્ષણ ક્ષેત્રે માટે એક ઐતિહાસિક પગલું બની રહેશે. આમ થવાથી જામનગરને પણ આઇ.આઇ.ટી. અને આઇ.આઇ.એમ. કથાની વિશ્ર્વસ્તરીયા શૈક્ષણિક સંસ્થાઓ લાભ મળશે. વધુમાં ઇટ્રા જામનગરએ ભારતભરમાં આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વનો દરજજો ધરાવતી એક માત્ર સંસ્થા છે. રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા આકાર પામવાથી આયુર્વેદ શિક્ષણને સ્વાયતતા મળશે. આયુર્વેદ શિક્ષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા હવે નવીન અભ્યાસ અને શિક્ષિણ પ્રણાણી ઘડવી સરળ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.